Mon Oct 05 2026

Logo

આગામી 76 દિવસ સુધી રાહુ-કેતુ વરસાવશે પૈસા...ધનિષ્ઠા અને મઘા નક્ષત્રની ચાલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે...

2026-09-22 17:15:29
Author: Darshana Visaria
આગામી 76 દિવસ સુધી રાહુ-કેતુ વરસાવશે પૈસા...ધનિષ્ઠા અને મઘા નક્ષત્રની ચાલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે...

Gemini AI Image


જ્યોતિષ શાસ્ત્રમાં રહસ્યમય અને છાયા ગ્રહ ગણાતા રાહુ અને કેતુનું નક્ષત્ર ગોચર તમામ 12-12 રાશિઓ પર મોટી અસર કરે છે. હાલમાં રાહુ મંગળના આધિપત્યવાળા ધનિષ્ઠા નક્ષત્ર માં બિરાજમાન છે, જ્યારે કેતુ પોતાના જ સ્વનક્ષત્ર મઘા માં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ, રાહુ અને કેતુની આ વિશિષ્ટ ચાલ આગામી 76 દિવસ સુધી કેટલીક રાશિઓ માટે અત્યંત સકારાત્મક અને લાભદાયી રહેવાની છે.

કેતુ પાંચમી ડિસેમ્બર, 2026 સુધી મઘા નક્ષત્રમાં રહીને ભાગ્યનો સાથ અપાવશે, જ્યારે બીજી ઓગસ્ટથી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશેલા રાહુ વર્ષ, 2027 સુધી આ જ સ્થિતિમાં રહીને કરિયર અને ધનલાભમાં તેજી લાવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને લાભ થઈ રહ્યો છે... 

મેષઃ

મેષ રાશિ એકમાત્ર એવી રાશિ છે જેને રાહુ અને કેતુ બંનેના નક્ષત્ર પરિવર્તનનો સીધો લાભ મળશે. કેતુના પ્રભાવથી સાહસ અને નિર્ણાયક ક્ષમતામાં મોટો વધારો થશે. શેરબજાર કે અગાઉ કરેલા રોકાણમાંથી બંપર રિટર્ન મળી શકે છે. રાહુના ધનિષ્ઠા ગોચરથી કાર્યક્ષેત્રમાં મોટો ફાયદો થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ સંકેતો છે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે સમાજમાં પ્રતિષ્ઠા અને માન-સન્માન વધારનારો સમય રહેશે. સરકારી કે ખાનગી ક્ષેત્રે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અને યોજનાઓ હવે ગતિ પકડશે. કાર્યસ્થળ પર તમારી કામગીરીની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે.

કન્યાઃ

કન્યા રાશિના લોકોને કોર્ટ-કચેરી કે જૂના કાનૂની વિવાદોમાંથી મોટી રાહત મળવાની શક્યતા છે. વેપારમાં તમે હરીફો (કોમ્પિટિટર્સ) પર ભારે પડશો અને માર્કેટમાં તમારી પકડ મજબૂત થવાથી નફો વધશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને ઘરનું વાતાવરણ આનંદમય બનશે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે અને આવકમાં મોટો ઉછાળો આવશે. વેપારમાં કોઈ મોટો પ્રોજેક્ટ કે ડીલ ફાઇનલ થવાના પ્રબળ યોગ છે. અટકેલા કે અણધાર્યા ગુપ્ત ધનલાભની તકો સર્જાશે, જેનાથી બેંક બેલેન્સમાં વધારો થશે.

ધનઃ

ધન રાશિના જાતકોને વિદેશ યાત્રા કે વિદેશી સ્ત્રોતો (MNC/એક્સપોર્ટ-ઈમ્પોર્ટ) મારફતે મોટી આવક થવાની તક મળશે. ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિકતા તરફ રસ વધશે, જેથી સમાજમાં તમારો પ્રભાવ વધશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે અને તેઓ આપેલી દરેક પારિવારિક કે વ્યવસાયિક જવાબદારી ઉત્તમ રીતે નિભાવશે.

કુંભઃ

કુંભ રાશિના રાશિના વેપાર કરી રહેલાં જાતકો માટે ભાગીદારી (પાર્ટનરશિપ) માં શરૂ કરેલા બિઝનેસ સોદાઓ અપેક્ષા કરતાં વધુ નફો કરાવશે. પારિવારિક વિવાદો કે કલેશનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા જળવાશે. આવકના એક કરતાં વધુ નવા સ્ત્રોત ઊભા થવાથી નાણાકીય ચિંતાઓ હળવી થશે.