હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક સાધના અને મા આદ્યશક્તિની ઉપાસનાનો સૌથી મોટો મહાપર્વ એટલે શારદીય નવરાત્રિ. દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં શારદીય નવરાત્રિનો શુભારંભ રવિવાર, 11મી ઓક્ટોબરના રોજ ઘટસ્થાપન સાથે થશે. આ આરાધના પર્વનું સમાપન 19મી ઓક્ટોબરે થશે અને 20મી ઓક્ટોબર, 2026ના રોજ અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમી વિજયાદશમી (દશેરા)ની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ વર્ષે આસો સુદ એકમથી શરૂ થતાં આ નવ દિવસો દરમિયાન આકાશમાં એક અત્યંત અદભુત અને ઐતિહાસિક ખગોળીય સંયોગ રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, લગભગ 100 વર્ષ બાંદ નવરાત્રિ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિથી અતિ ફળદાયી 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થશે.
જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને રાજા જેવું ઐશ્વર્ય, સમાજમાં પદ-પ્રતિષ્ઠા, પ્રચંડ ધનલાભ અને બૌદ્ધિક વિકાસ આપનારો માનવામાં આવે છે. ગુરુ અને ચંદ્ર જ્યારે કેન્દ્ર ભાવમાં યુતિ રચે ત્યારે આ રાજયોગ સાત ચોક્કસ રાશિઓ માટે સુવર્ણ કાળ લઈને આવશે. ચાલો જોઈએ કઈ છે આ સાત ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે શારદીય નવરાત્રિ સફળતા અને સકારાત્મકતા લઈને આવશે. મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે માનસિક અને શારીરિક રીતે ઊર્જાવાન રહેશો અને પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. ઘર-પરિવારમાં આ સમયે હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય લાંબા સમયથી ફસાયેલા નાણાં અચાનક પરત મળવાથી આર્થિક બોજ હળવો થશે. જીવનસાથી સાથે પ્રેમ અને તાલમેલ વધશે. જોકે, ખાનપાનમાં સંયમ રાખવો જરૂરી છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે.
કર્કઃ
આ 100 વર્ષીય દુર્લભ રાજયોગનો સર્વાધિક લાભ કર્ક રાશિને મળશે. કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો સમાજ, નોકરી અને બિઝનેસમાં તમારી પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચશે. અપરિણીત યુવક-યુવતીઓના લગ્ન નક્કી થવાના મજબૂત યોગ છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. આ સમયગાળો વેપારી વર્ગ માટે આ અણધાર્યો મોટો નફો કરાવનારો સાબિત થશે. જીવનસાથી સાથે કોઈ પવિત્ર યાત્રાધામના પ્રવાસનું આયોજન થઈ શકે છે. બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. એક પછી એક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
તુલાઃ
તુલા રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો ઓફિસમાં તમારી કાર્યક્ષમતા અને આઈડિયાઝની ઉચ્ચ અધિકારીઓ મુક્ત કંઠે પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે અને લવ પાર્ટનર સાથે સંબંધો વધુ મજબૂત અને રોમેન્ટિક બનશે. આ દિવસોમાં તમને એક પછી એક સારા સમાચાર મળી રહ્યા છે.
મકરઃ
નવરાત્રિનો સમયગાળો મકર રાશિના જાતકો માટે શુભ અને સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આ સમયે નવું મકાન, ફ્લેટ કે જમીન ખરીદવાના લાંબા સમયથી અટકેલા આયોજન સફળ થશે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. સાંધા કે ઘૂંટણના દુખાવામાં સાવચેત રહેવું પડશે. માતા-પિતાના આશિર્વાદથી આ સમયે અટકી પડેલાં કામ પૂરા થશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કરિયરમાં જે નવા પડકારો સામે આવશે તે જ તમારા માટે આવકના નવા રસ્તા ખોલશે. દિનચર્યા શિસ્તબદ્ધ રાખવી અને પાર્ટનર સાથે પારદર્શક સંવાદ જાળવવો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.