Thu Oct 08 2026

Logo

અંબાજી-ગબ્બર શક્તિ કૉરિડોરને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી

2026-09-12 17:27:45
Author: Pooja Shah
અંબાજી-ગબ્બર શક્તિ કૉરિડોરને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરનો માર્ગ મોકળો કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી યાત્રાધામ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ફરી શરૂ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.હાઈકોર્ટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા પસાર કરાયેલા આદેશોમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં સરકારને અંબાજી મંદિર અને ગબ્બર મંદિરને જોડતા કોરિડોર માટે જમીન સંપાદન આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ અરજીઓ અંબાજી કેળવણી મંડળ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ જમીનનો ઉપયોગ મંડળ તેમની કન્યા શાળા અને રમતના મેદાન માટે કરી રહ્યું છે.
રાજ્ય વતી હાજર રહેલા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે જમીન સરકારની છે, મોટા જાહેર હેતુ માટે જરૂરી હતી અને રાજ્ય દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો.

શક્તિ કોરિડોર અંબાજીની  વિકાસ યોજનાનો એક ભાગ છે અને તેને અંબાજી મંદિર સંકુલ અને ગબ્બર મંદિર વચ્ચે એક મુખ્ય કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. કોર્ટના આ નિર્ણયથી પ્રોજેક્ટ માટેનો એક મુખ્ય કાનૂની અવરોધ દૂર થયો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.