Sat Oct 10 2026

Logo

મતદાર યાદીમાંથી નામ કઢાવવા હવે મર્યાદા નક્કી, Form 7 અંગે ચૂંટણી પંચના નવા નિયમો...

2026-10-10 16:24:16
Author: Mumbai Samachar Team
મતદાર યાદીમાંથી નામ કઢાવવા હવે મર્યાદા નક્કી, Form 7 અંગે ચૂંટણી પંચના નવા નિયમો...

નવી દિલ્હીઃ એક બાજુ દિલ્હીમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એવામાં દેશના મુખ્ય ચૂંટણીપંચે નામ દૂર કરવા માટેની વાંધા અરજીના ફોર્મ-7ને લઈને એક મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. આયોગે એક વ્યક્તિ તરફથી વારંવાર થતી અરજી સામે વાંધો ઊઠાવીને આ અંગેનો એક મોટો નિર્ણય કર્યો છે. આ પછી વાંધા અરજીને લઈ ચૂંટણીપંચે એક મર્યાદા જાહેર કરી દીધી છે. આ સંબંધમાં આયોગે પણ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના ચૂંટણી અધિકારીઓને એક આદેશ લેખિતમાં મોકલી દીધો છે. 

શું કહ્યું નવા આદેશમાં
ચૂંટણીપંચે પોતાના એક નવા આદેશમાં કહ્યું હતું કે, અમારા ધ્યાનામાં એવા કેટલાક કેસ આવ્યા છે જેમાં કોઈ વ્યક્તિ, વ્યક્તિગત મતદાતા તરફથી વગર કોઈ ઠોસ પુરાવાના આધારે ફોર્મ-7 અંતર્ગત વાંધા અરજી ફાઈલ થઈ છે. આમાં જે મતદાતાઓને વાંધો છે એમને વ્યર્થ રીતે અસુવિધા થઈ રહી છે. આનાથી ફિલ્ડમાં રહેલા અધિકારીઓનો કાર્યભાર વધે છે. આયોગના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રીકરણના નિયમ 1960 નિયમ 13(2) અંતર્ગત મતદાતાઓની યાદીમાં સામેલ નામ કરવા પર અથવા નામ દૂર કરવા પર ફોર્મ-7 હોવું જોઈએ.

આ માત્રે એ જ વ્યક્તિ તરફથી કરવામાં આવી શકે છે જેનું નામ પહેલાથી જ એ જ વિસ્તારાના લીસ્ટમાં હોય. ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી હતી કે, SIR પીરિયડ માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના BLOને એકથી વધારે વાંધા અરજી કરવાની મંજૂરી છે. પણ આ માટે પણ સમય મર્યાદા છે. ડ્રાફ્ટ પબ્લિશ થતા પહેલા એક દિવસમાં BLOને 50થી વધારે ફોર્મ તથા એ પછી 10થી વધારે ફોર્મ જમા નહીં કરી શકાય. વ્યક્તિગત મતદાતા માટે વોટર લીસ્ટ મેન્યુઅલ 2023માં પહેલા જોગવાઈ છે.  કોઈ એક વ્યક્તિ દ્વારા વારંવાર વાંધા અરજી, જે ડાક દ્વારા પણ મોકલવામાં આવી હોય એ સ્વીકાર્ય નથી. 

કાયદેસરના પગલાં લેવામાં આવશે.
જ્યારે કોઈ વ્યક્તિ પાંચથી વધારે કેસમાં વાંધા અરજી કરે છે તો ERO વ્યક્તિગત રૂપે ક્રોસ વેરિફિકેશન ફરજિયાત બની જાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક વ્યક્તિ એક માધ્યમથી એકવારમાં માત્ર 6 વાર અરજી કરી શકે છે પણ ફિઝિકલની સંખ્યા હજુ ડિફાઈન ન હતી. EROની વિવેકબુદ્ધિ પર આ છોડવામાં આવ્યું હતું. આનાથી એક મુસીબત ઊભી થઈ હતી. આ મુદ્દાને ધ્યાને લઈને ચૂંટણી પંચે એક સમય મર્યાદા નક્કી કરી દીધી છે.

આયોગે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે, નિયમ 17 અંતર્ગત અધુરા અથવા નક્કી કરેલા માપદંડમાં ન ભરાયેલા આવેદનને ERO રદ્દ કરી દેશે. ફોર્મ-7 પર જે તે વ્યક્તિની સહી અનિવાર્ય છે. માત્ર સિક્કો મારી દેવાથી હવે કામ નહીં ચાલે.આ સાથે જે તે ફોર્મની તપાસ થશે, સ્ક્રુટિની થશે. એ પછી સમગ્ર પ્રક્રિયામાં આગળનું કામ થશે. જો અરજી ખોટી અથવા તો મનફાવે એવી રીતે લખાયેલી જાણવા મળશે તો પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 અંતર્ગત ઈરાદાપૂર્વક ખોટું નિવેદન આપનાર વ્યક્તિ તરીકે એની સામે કાયદેસરના પગલાં લેવાશે.