Sat Oct 03 2026

Logo

એક જ સવાલ, ChatGPT-Gemini-Claudeના અલગ અલગ જવાબ કેમ? સમજવા જેવી છે ટેકનિક

2026-09-23 15:07:52
Author: Mumbai Samachar Team
એક જ સવાલ, ChatGPT-Gemini-Claudeના અલગ અલગ જવાબ કેમ? સમજવા જેવી છે ટેકનિક

નવી દિલ્હીઃ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં કોઈ પણ વિષય પર વિગતવાર માહિતી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી નથી. અપડેટ્સના વૈવિધ્ય વચ્ચે ખરેખર સત્તાવાર વિગત સાચી કઈ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે. ચેટજીપીટી, જેમિની કે ક્લાઉડનો ઉપયોગ કરનારા યુઝર્સે એવું નોંધ્યું હશે કે, એક જ વિષયના સવાલનો ત્રણેય એપ્લિકેશન કે વેબસાઈટ જુદો જુદો જવાબ આપે છે. આ પાછળનું એક રસપ્રદ કારણ જાણવા મળ્યું છે. આ પાછળનું કારણ કંઈ AIનો મૂડ જ નથી. આ પાછળના કેટલાક ટેક્નિકલ કારણો પણ છે. 

અલગ અલગ કંપનીની પ્રોડક્ટ

ચેટજીપીટી, જેમિની અને ક્લાઉડ ત્રણેય અલગ-અલગ કંપનીની પ્રોડક્ટ છે, તેથી જ અલગ અલગ ડેટા, ટેકનિક અને ટ્રેનિંગ પ્રોસેસ જુદી જુદી રહે છે. કોઈ મોડલને સમજવા માટે અને તેના જવાબ દેવા માટે જે રીતે તેને ટ્યુન કરવામાં આવ્યા છે. એ પ્રોસેસ પણ અલગ છે. જે રીતે તેને સેવ કરવામાં આવે છે એની અસર પર એમાંથી આવતા જવાબ પર પડે છે. એટલે કે એક જ સામાન્ય સવાલને સમજ્યા બાદ મોડલ તેના જુદા જુદા રિસોર્સનો ઉપયોગ કરે છે. 

આ જ કારણ છે કે, એક મોડલમાં જવાબ નાનો હોય તો બીજા મોડલમાં એ જ જવાબ વિગતવાર હોય. જ્યાં વધારે વિગત હોય ત્યાં યુઝર્સને એ મોડલ સારૂ લાગે. પણ એની પાછળના સોર્સની સ્થિતિ મજબૂત હોવાનું તે દર્શાવે છે. સામાન્ય રીતે યુઝર્સને એવું લાગે છે કે, ચેટજીપીટી, જેમિની કે ક્લાઉડ માણસની જેમ જ સર્ચ કરીને દરેક સવાલના જવાબ આપે છે. પણ એવું બિલકુલ નથી. માણસની જેમ તે પદ્ધતિસર જવાબ શોધતું જ નથી. 

પ્રોસેસ જુદી હોય છે

જવાબ આપવા માટે પણ ચોક્કસ પ્રકારની ટેકનિકલ અને શૈલીને તે ફોલો કરે છે. સવાલને ધ્યાનમાં રાખીને એમાંથી જરૂરી એવા શબ્દો પર વધારે સર્ચ કરીને જવાબ તૈયાર કરે છે. પછી એ જવાબને નક્કી કરવામાં આવેલા ફોર્મેટમાં ગોઠવે છે અને પછી આપે છે. શબ્દ અને વાક્યમાં શું હોવું જોઈએ એ અગાઉથી નક્કી કરવામાં આવેલા પ્રોગ્રામ પર આધાર રાખે છે. AIના જુદા જુદા મોડલ પાસે અલગ અલગ આર્કિટેક્ચર હોય છે. પેરામીટર હોય છે, ટેકનિક હોય છે, સાધનો હોય છે, રિસોર્સ હોય છે, ટેક્નોલોજી હોય છે. 

એટલા માટે જ ઈન્પુટ મળ્યા બાદ આઉટપુટ એક જ સમાન હોય, જવાબ સરખો જ હોય અને ફોર્મેટ પણ એક જ સરખું હોય એવું બનતું નથી. બીજો મુદ્દો એ પણ અસર કરે છે કે, યુઝરનો સવાલ શું છે. હવે જો સવાલ તાજેતરની ઘટના સંબંધિત હશે, નવા સ્માર્ટફોનને લઈને હશે, શેરમાર્કેટ કે કરંટ અફેર્સને લઈને હશે કે છેલ્લે વાયરલ કોઈ મુદ્દાને લઈ હશે તો AIની જાણકારી ભેગી કરવાની ક્ષમતા પણ જવાબ બદલી દે છે.

પ્રીમિયમમાં પણ તફાવત મોટો

AI સિસ્ટમમાં ઘણીવાર તે ડાયરેક્ટ વેબપેજ જ આપી દે છે તો કેટલીક સ્થિતિમાં તે મોડલ અને અંદર મૂકવામાં આવેલા પ્રોગ્રામ પર નિર્ભર કરે છે. આ માટે જ જ્યારે AIથી જવાબ મળે ત્યારે ક્રોસચેક કરવું અનિવાર્ય છે. આ માત્ર ટેક્સ ફોર્મેટના ડેટાની વાત નથી. આ સાથે મલ્ટિમીડિયા પણ અસર કરે છે. ચેટજીપીટી, ક્લાઉડ અને જેમિની એમ ત્રણેયમાંથી તૈયાર થતી ઈમેજ, ગ્રાફિક્સ, ટેક્સ, કલર્સ, ઈફેક્ટ, ફોર્મેટ અને સાઈઝમાં પણ તફાવત જોવા મળી શકે છે. 

ઘણા પ્રીમિયમ ફીચર્સમાં પણ આ અંગે મોટા ફેરફાર જોવા મળે છે. જેને લઈને અનેક વાર એવું બન્યું છે કે, યુઝર્સને જોઈએ છે શું અને બનીને શું આવે છે. આવા સમયે પ્રશ્ન થાય કે કમાન્ડ કે પ્રોમ્ટ સાચો હોવા છતા શા માટે જવાબમાં આવું આવ્યું. આ સાથે જ્યારે પણ કમાન્ડ આપવામાં આવે ત્યારે એના રિસોર્સ અંગે પણ જણાવો એવું કહી દેવામાં આવે તો એ રિસોર્સ પણ સામે આવે છે જેમાંથી AIએ જવાબ આપેલા હોય છે.

વધુ જુઓ...