Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સ ૨૦૨૬: ભારતના પ્રદર્શનમાં મહિલા ખેલાડીઓનું શાનદાર પ્રભુત્વ, પુરુષોને પાછળ છોડ્યા

Nagoya   2026-10-02 20:52:28
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સ ૨૦૨૬: ભારતના પ્રદર્શનમાં મહિલા ખેલાડીઓનું શાનદાર પ્રભુત્વ, પુરુષોને પાછળ છોડ્યા

ભારતના મેડલ-વિજેતાઓમાં 95 મહિલા અને 80 પુરુષ

નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સ-2026માં ભારતથી કુલ 503 ઍથ્લીટ-ખેલાડી જાપાન પહોંચ્યા હતા જેમાંથી ઘણા પાછા આવી ગયા છે, કેટલાક આવી રહ્યા છે અને બીજા અમુક બે-ત્રણ દિવસ પછી આવશે.

શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો દેશમાં ઘણી વખત 10મા કે 12મા ધોરણની પરીક્ષામાં છોકરાઓ કરતાં છોકરીઓ ચડિયાતું પર્ફોર્મ કરતી હોય છે એવું ખેલજગતમાં પણ ઘણી વાર બનતું હોય છે. પુરુષ કરતાં મહિલા ઍથ્લીટો-ખેલાડીઓ મેદાન મારી જતા હોય છે.



જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં શુક્રવાર સુધીના 14 દિવસમાં ભારતના કિસ્સામાં આવું જ બન્યું. ભારતને કુલ 76 ચંદ્રક અપાવવામાં પુરુષ કરતાં મહિલા સ્પર્ધકોની સંખ્યા ઘણી વધુ હતી. ભારતે શુક્રવાર મોડી સાંજ સુધીમાં 16 સુવર્ણ, પચીસ રજત અને 35 કાંસ્યચંદ્રક (Medal) સહિત કુલ 76 ચંદ્રક મેળવ્યા જેમાં મહિલા સ્પર્ધકોનું વધુ સારું યોગદાન હતું. આ 76 ચંદ્રક અપાવનારી મહિલા સ્પર્ધકોની સંખ્યા 95 હતી, જ્યારે પુરુષ સ્પર્ધકોની સંખ્યા 80 હતી.



જોકે ભારતની મેન્સ ક્રિકેટ ફાઇનલ અને મેન્સ હૉકી ફાઇનલ રમાવાની હજી બાકી હોવાથી પુરુષ સ્પર્ધકોની સંખ્યા કદાચ વધી શકે.

એશિયન ગેમ્સ મેડલ-ટેબલઃ ભારત ટૉપ-ફાઇવમાં આવી ગયું

નોંધઃ 2022ની પાછલી એશિયન ગેમ્સમાં ભારત 28 ગોલ્ડ સહિત કુલ 106 ચંદ્રક સાથે ચોથા નંબરે હતું. આ વખતના રમતોત્સવને માત્ર બે દિવસ બાકી છે.