તેહરાનઃ એક ચોક્કસ સમય બાદ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાના મૂડમાં અમેરિકા હોય એવા એંધાણ વર્તાય રહ્યા છે. આ માટે અમેરિકાએ તૈયારી કરી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અમેરિકાએ પર્શિયન ગલ્ફમાં વધુ એક એરક્રાફ્ટ અને 10 હજાર સૈન્ય કાફલો રવાના કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના એક સિનિયર અધિકારીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, થિયોડોર રુઝવેલ્ટ રવિવારે સૈન ડિએગો સ્થિત બેઝથી રવાના થયું છે. જે મધ્યપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ ક્રાફ્ટ મિડલ ઈસ્ટ સુધી પહોંચ્યા બાદ અમેરિકાનો ઈરાદો સ્પષ્ટ થશે.
ત્રણ ગ્રૂપ મિડલઈસ્ટમાં હાજર
આ કાફલો પહોંચ્યા બાદ આ વિસ્તારમાં અમેરિકાના 3 કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ ફરીથી હાજર થઈ શકે છે. ત્રણેય ગ્રૂપ લાંબા સમય સુધી આ વિસ્તારમાં હાજર રહેશે કે નહીં એ અંગે નિર્ણય હજુ સુધી થયો નથી. જ્યોર્જ વોશિંગટન અને USS જ્યોર્જ એચ.ડબલ્યુ બુશ હજુ પણ ઈરાનની આસપાસના સમુદ્રી વિસ્તારમાંથી બાહર છે. હવે જ્યાર ત્રીજુ સૈન્ય જહાજ પહોંચશે તો ત્રણનું ગ્રૂપ ઊભું થશે. એપ્રિલમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ ફરી ઊભી થશે. વર્ષ 2003માં જ્યારે અમેરિકાએ હુમલાના પ્રાથમિક તબક્કામાં અમેરિકા ત્રણ કરિયર સ્ટ્રાઈક ગ્રૂપ મિડલઈસ્ટમાં એક્ટિવ થઈ જશે. યુએસ સેન્ટ્રલે આ અંગે ખાસ કોઇ વિગત શૅર કરી નથી પણ ઈરાદો ઈરાન પર હુમલો કરવાનો હોઈ શકે છે. અધિકારીએ કહ્યું કે, કેટલાક સુરક્ષાના કારણોસર કેટલીક વિગત શૅર કરવામાં આવી નથી. ગત સોમવારે USS મેકિન આઈલેન્ડ એમ્ફીબિયન રેડીનેસ ગ્રૂપ મિડલઈસ્ટ માટે રવાના થયું હતું. એમાં અસોલ્ટ શિપ, વિમાન અને આશરે 2200 મરીન સૈનક હતા. એમ્ફિબિયન રેડિનેસ ગ્રૂપ મિડલ ઈસ્ટ અને ખાસ કરીને હોર્મુઝમાં એક ખાસ પ્રકારનું અભિયાન ચલાવી રહ્યું છે.
અમેરિકા સાથે મતભેદ છે
આ વધારાના સૈન્ય જહાજથી અમેરિકાનો હેતુ સાથી દેશને ભરોસો આપવાનો રહ્યો છે. હવે તો ટ્રમ્પ ફરી ઈરાન પર હુમલો કરવા માટેના આદેશ આપે છે તો અન્ય સૈન્ય ટુકડી અમેરિકાના કેટલાક ઊર્જા કેન્દ્રોની સુરક્ષા સારી રીતે કરી શકે છે. આ સૈન્ય હિલચાલ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી પ્રયાસો પણ ચાલી રહ્યા છે, પરંતુ યુદ્ધ સમાપ્ત કરવા અંગેની વાતચીતમાં પર્શિયન ગલ્ફ અને ખાસ કરીને Strait of Hormuz સહિતના મુદ્દાઓ પર મતભેદ છે. તેથી હાલની તૈનાતીને અમેરિકાને વધુ સૈન્ય વિકલ્પો ઉપલબ્ધ કરાવતી કાર્યવાહી તરીકે અધિકારીઓ દ્વારા વર્ણવવામાં આવી છે; તેનો અંતિમ ઉપયોગ શું થશે તે હજુ સ્પષ્ટ નથી