Tue Oct 06 2026

Logo

ડેટા સેન્ટરની આકર્ષક નીતિમાં તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ મોખરેઃ એસ ઍન્ડ પી

2026-10-02 20:05:02
Author: Ramesh Gohil
ડેટા સેન્ટરની આકર્ષક નીતિમાં તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ મોખરેઃ એસ ઍન્ડ પી

નવી દિલ્હીઃ ડેટા સેન્ટર માટેની નીતિઓને ધ્યાનમાં લેતા મજબૂત ઈલેક્ટ્રિક અને નિયમનકારી પ્રોત્સાહનો સાથે તેલંગણા રાજ્ય આકર્ષક નીતિગત પેકેજ ઓફર કરતાં રાજ્ય સાથે ઊભરી આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય પાવર, માળખાકીય, મૂડીગત અને નિયમનકારી યંત્રણાઓનાં વિસ્તારિત પેકેજ આપીને સમતુલિત નીતિત માળખું તૈયાર કર્યું હોવાનું સ્ટાર્ન્ડ ઍન્ડ પૂઅર્સ (એસ ઍન્ડ પી) ગ્લોબલે એક અહેવાલમાં જણાવ્યું છે. 

એસ ઍન્ડ પીએ `ઈન્ડિયા ફોરવર્ડઃ રીઈમેજિનિંગ ગ્રોથ' નામક અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતે હાઈપરસ્કેલર્સને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સૌથી વધુ નફાકારક વીજળી અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસને ધ્યાનમાં રાખીને પગલાં સ્થાપિત કર્યા હોવાથી આ ચારેય રાજ્યોને ભારતનાં ગ્લોબલ એનર્જી ડેટા સેન્ટર પૉલિસી આકર્ષક બનાવવા સંદર્ભનાં સૂચકાંક અથવા તો ઈન્ડેક્સમાં 100માંથી 50 આસપાસના આંક સાથે સ્થાન આપે છે. 

ઈન્ડેક્સમાં વર્ષ 2016થી અમલમાં મુકાયેલાં 11 રાજ્યોમાં ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી (આઈટી), ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) સહિત 19 રાજ્યોની નીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રેન્કિંગનું મૂલ્યાંકન મુખ્યત્વે ચાર પ્રોત્સાહન શ્રેણીઓ પર કરવામાં આવ્યું છે, જેમાં વીજળી, જમીન અને મૂડી, ઓપરેશનલ અને ટેક્નિકલ સપોર્ટ તથા નિયમનકારી અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

વધુમાં અહેવાલમાં જણાવ્યાનુસાર અન્ય રાજ્યોના જૂથ જે 50ની નીચેનો અથવા તો 42થી 45નો આંક ધરાવે છે તેમાં ઓરિસ્સા, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે, જેમાં જમીન અને મૂડીગત ટેકો આપનારા લાભ સાથે આંધ્ર પ્રદેશ મોખરે છે, જ્યારે કર્ણાટક એસેન્શિયલ સર્વિસીસ મેઈન્ટેનન્સ એક્ટમાં રાહત સહિતનાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસનો સમાવેશ થાય છે, જ્યારે ઓરિસ્સા અને હરિયાણાની વ્યૂહરચનાઓ પ્રોજેક્ટના સમગ્ર જીવનચક્રને આવરી લેતા વ્યાપક પ્રોત્સાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

ત્રીજા જૂથનાં રાજ્યો જે 30થી 40 સુધીનો આંક મેળવ્યો છે તેમાં રાજસ્થાન, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જેમાં તમિળનાડુ કેપ્ટિવ રિન્યુએબલ એનર્જી માળખા સહિતનાં મૂડીગત્‌‍ ખર્ચને મજબૂત ટેકો આપે છે, જ્યારે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળને ઓછાં ઈલેક્ટ્રિસિટી પ્રોત્સાહનોને લીધે ઓછાં આંક પ્રાપ્ત થયા છે.