Tue Oct 06 2026

Logo

તેજ પ્રતાપ યાદવના ખોળામાં બેસીને સારા ગુરપાલે રોમેન્ટિક ડાન્સ કર્યો, સ્વરા ભાસ્કર ચોંકી ઉઠી

2026-10-02 17:27:19
Author: Chandrakant Kanoja
તેજ પ્રતાપ યાદવના ખોળામાં બેસીને સારા ગુરપાલે રોમેન્ટિક ડાન્સ કર્યો, સ્વરા ભાસ્કર ચોંકી ઉઠી

મુંબઈ: ભોજપુરી વિવાદ બાદ બિહારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ વધુ એક શોમાં જોવા મળી રહ્યા છે. જેમાં રાઈઝ એન્ડ ફોલ 2' શોમાં સારા ગુરપાલે તેજ પ્રતાપ યાદવના ખોળામાં બેસીને રોમેન્ટિક ડાન્સ કર્યાનો વિડીયો વાઇરલ થયો છે.  આ ડાન્સ જોઇને સ્વરા ભાસ્કર ચોંકી ઉઠે છે. 

લેટેસ્ટ પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં

તેજ પ્રતાપ યાદવ 'રાઈઝ એન્ડ ફોલ 2'  માં જોવા મળી રહ્યા છે. આ શોમાં ફરી એકવાર તેમનું બેફિકર અને ઉત્સાહી વ્યક્તિત્વ જોવા મળે છે, જોકે અમુક ક્ષણો એવી પણ છે જ્યારે તેઓ આક્રમક બની જાય છે. તેમજ 'રાઈઝ એન્ડ ફોલ 2'નો લેટેસ્ટ પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.


'રાઈઝ એન્ડ ફોલ 2'   ના નવા પ્રોમોમાં 'લિફ્ટ લેડી' દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે. એક સ્પર્ધકને કહેવામાં આવે છે, તમને શું લાગ્યું કે તમે કોઈ પાર્ટીમાં આવ્યા છો. હકીકતમાં તમે ઓડિશન માટે આવ્યા છો. આજે અહીં આ સીઝનનું પ્રથમ 'રાઈઝ' યોજાશે. તેજ પ્રતાપ જી હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

સ્વરા ભાસ્કર શરમાઈને પોતાનો ચહેરો ઢાંકી દે છે

ત્યારબાદ, સારા ગુરપાલ બોલિવૂડ ગીત પર જોરદાર ડાન્સ કરે છે અને તેજ પ્રતાપના ખોળામાં બેસી જાય છે. સારા ગુરપાલના રોમેન્ટિક ડાન્સને જોઈને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી જાય છે. તેજ પ્રતાપને 'ક્યૂટી' પણ કહે છે. આ માહોલ વચ્ચે, સ્વરા ભાસ્કર શરમાઈને પોતાનો ચહેરો ઢાંકી દે છે. ત્યારબાદ, ગૌતમ ગુલાટી ફિલ્મના એક નાટ્યાત્મક સંવાદ દ્વારા તેજ પ્રતાપને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

પેન્ટહાઉસમાં પ્રવેશ મેળવવા  વર્કરોએ ઓડિશન આપવું પડશે

પ્રોમોમાં ખુલાસો થયો છે કે પેન્ટહાઉસમાં પ્રવેશ મેળવવા માટે વર્કરોએ ઓડિશન આપવું પડશે. જે વર્કરનું ઓડિશન તેજ પ્રતાપને પ્રભાવિત કરશે, તેને પેન્ટહાઉસમાં પ્રવેશવાની તક મળશે. પ્રોમોના અંતે વાતાવરણ તણાવપૂર્ણ જણાય છે અને કાજલ રાઘવાની રડતી જોવા મળે છે.


તેજ પ્રતાપે પોતાની સરખામણી વડના વૃક્ષ સાથે કરી હતી 

'રાઈઝ એન્ડ ફોલ 2 માં તેજ પ્રતાપના પ્રવેશ સાથે જ તેમણે ભારે ચર્ચા જગાવી છે. શોના પહેલા જ અઠવાડિયામાં 'અલ્ટીમેટ રૂલર' બનીને તેમણે ઈતિહાસ રચ્યો હતો. તેમના પરિચય વીડિયોમાં તેજ પ્રતાપે પોતાની સરખામણી વડના વૃક્ષ સાથે કરી હતી અને કહ્યું હતું કે ભલે ડાળીઓ હલે પણ થડ  મજબૂત રહે છે. તેમણે માત્ર પેન્ટહાઉસ કબજે કરવાનું જ નહીં, પરંતુ એક 'દરબાર' સ્થાપિત કરવાનું અને બેઝમેન્ટમાં રહેલા લોકો પર શાસન કરવાનું વચન આપ્યું હતું.  તેમના શબ્દો સાચા સાબિત થયા છે.