Mon Oct 05 2026

Logo

ફ્લાયદુબઈ ફલાઇટની ઘટના અંગે નેતન્યાહૂની ચેતવણી, કહ્યું  ષડયંત્ર રચનારને ભારે કિંમત ચૂકવવી પડશે

Tel Aviv   2026-10-02 22:45:59
Author: Chandrakant Kanoja
ફ્લાયદુબઈ ફલાઇટની ઘટના અંગે નેતન્યાહૂની ચેતવણી, કહ્યું  ષડયંત્ર રચનારને ભારે કિંમત ચૂકવવી પડશે

© GPO via Reuters


તેલ અવીવ:  ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલટ કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાથી પ્રભાવિત હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીનો ઈરાદો વિમાનને તેમાં સવાર તમામ મુસાફરો સાથે દુર્ઘટનાગ્રસ્ત કરવાનો હતો.

ષડયંત્ર રચનારને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે

આ ઉપરાંત નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, આ પાયલોટને મોકલનાર અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ જેણે પણ ષડયંત્ર રચ્યું હશે તેને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. 

વિમાનમાં ક્રૂ ઉપરાંત 174 મુસાફરો સવાર હતા

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બુધવારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બની હતી. વિમાનમાં ક્રૂ ઉપરાંત 174 મુસાફરો સવાર હતા. એવો આરોપ છે કે કો-પાયલટે કોકપિટની અંદર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ સંઘર્ષ દરમિયાન વિમાન લગભગ 16,600  ફૂટ નીચે ઉતરી ગયું હતું. જેમાં ઈજાઓ હોવા છતાં કેપ્ટન મચ્છર કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ સભ્યોએ આરોપીને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.