નવી દિલ્હી : બ્રિક્સ સમિટમાં ડિનરના મેનૂ લઇને રાજકીય વિવાદ છેડાયો છે. જેમાં બ્રિક્સ સમિટમાં આવેલા વિદેશી નેતાઓ અને પ્રતિનિધીઓને ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદે સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે 80 ટકા ભારતીયો નોન-વેજ ખાય છે.
પ્રિયંકા ગાંધીના છોલે ભટુરેના પણ વખાણ કર્યા
રાહુલ ગાંધીએ X પર લખ્યું કે. રેકોર્ડ માટે, 80 ટકા ભારતીયો નોન-વેજ ખાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય નોન- વેજ સ્વાદિષ્ટ હોય છે. રાહુલ ગાંધીએ તેની બાદ બહેન પ્રિયંકા ગાંધીના છોલે ભટુરેના પણ વખાણ કર્યા. રાહુલ ગાંધીએ છોલે ભટુરેનો ફોટો પણ શેર કર્યો હતો.
ભારતની ખોરાકની પરંપરાઓ ખૂબ જ વૈવિધ્યસભર
તેમજ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસ નેતા પવન ખેરાએ ડિનરના મેનુ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભારતની ખોરાકની પરંપરાઓ ખૂબ જ વૈવિધ્યસભર છે. તેમણે જણાવ્યું કે ભારતમાં વિશ્વની કેટલીક શ્રેષ્ઠ નોન- વેજ વાનગીઓ છે. તેમણે પ્રશ્ન કર્યો કે સરકારે બ્રિક્સ દેશોના મુલાકાતી નેતાઓને આ વાનગીઓ કેમ રજૂ ન કરી. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે પોતાની ખોરાકની પસંદગીઓ અન્ય લોકો પર લાદવાનો પ્રયાસ કરી રહી છે.
For the record: 80% of Indians are non-vegetarian.
— Rahul Gandhi (@RahulGandhi) September 13, 2026
Indian non-vegetarian food is delicious. As are my sister's chole bhature. pic.twitter.com/8f6ziKjLan
ટીકા માટે ફક્ત ભોજનનું મેનુ હોય તોસમિટની સફળતા
જોકે, તેની બાદ ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. આ અંગે ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે જો વિપક્ષ પાસે સમિટની ટીકા કરવા માટે ફક્ત ભોજનનું મેનુ હોય તો તે સમિટની સફળતા સાબિત કરે છે.
તુહિન સિંહાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
ભાજપના પ્રવક્તા તુહિન સિંહાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, તેમની ટિપ્પણીઓને તુચ્છ અને બિનજરૂરી રાજકારણ ગણાવી હતી. તેમણે કહ્યું જો રાહુલ ગાંધી એક જવાબદાર વિપક્ષી નેતા હોય તો તેમણે વડાપ્રધાન મોદી અને ભારતને અભિનંદન આપવા જોઈતા હતા. નવી દિલ્હી ઘોષણાપત્રમાં અનેક ગંભીર વૈશ્વિક મુદ્દાઓ પર બ્રિક્સ દેશો વચ્ચે સહમતી દર્શાવવામાં આવી છે.