નવી દિલ્હી: ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. જેમાં સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની તથા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની જવાબદારી સોંપી છે. જ્યારે વિનોદ તાવડે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે યથાવત રહેશે.
સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશ દિલ્હીના સહ પ્રભારી
જ્યારે રામ માધવને ઉત્તરાખંડના નવા પ્રભારી બનાવ્યા છે. તેમજ બંસુરી સ્વરાજને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિનય સહસ્રબુદ્ધેની ભાજપના દિલ્હીના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જામ્યાંગ નામગ્યાલ તથા ગુજરાતના સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने विभिन्न राज्यों के निम्नलिखित प्रदेश प्रभारियों और सह प्रभारियों की नियुक्तियां की है।
— BJP (@BJP4India) September 23, 2026
ये नियुक्तियां तत्काल प्रभाव से लागू होंगी। pic.twitter.com/S3as4bSf3q
સંજય ભાટિયાની રાજસ્થાનના પ્રભારી તરીકે નિમણૂક
તેમજ સંજય ભાટિયાની રાજસ્થાનના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કવિતા પાટીદાર અને કુલજીત ચહલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.