Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સમાં મોટો ઝટકો: ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્યોતિ બહાર, પણ બે ભારતીય ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ!

Nagoya   2026-09-28 17:37:00
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સમાં મોટો ઝટકો: ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્યોતિ બહાર, પણ બે ભારતીય ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ!

નાગોયાઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્યોતિ સુરેખા દક્ષિણ કોરિયાની 14 વર્ષીય કાંગ યોનસિયો સામે હારીને બહાર થઈ ગઈ છે જ્યારે ડેબ્યૂ કરી રહેલી ચિકિતા તાનીપર્થી અને ગણેશ મણિરત્નમ એશિયન ગેમ્સ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષોની તીરંદાજીમાં પોતપોતાની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.

હાંગઝોઉમાં છેલ્લી એશિયન ગેમ્સમાં વ્યક્તિગત, મહિલા ટીમ અને મિશ્ર ટીમ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર જ્યોતિએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 146નો સ્કોર કર્યો, જ્યારે યાંગે પરફેક્ટ 150નો સ્કોર કર્યો હતો. 

અગાઉ જ્યોતિએ કઝાકિસ્તાનની એડેલ જેશેનિબાનોવાને 148-145થી હરાવી હતી. રેન્કિંગ સીરિઝમાં ટોચ પર રહેલી ચિકિતાએ શૂટ-આઉટમાં 10 વધુ શોટ સાથે મેચ હારી ગયા બાદ ચેન યી ઝુઆન સામે 148-148થી મેચ જીતી હતી.

ત્રણ રાઉન્ડ પછીનો સ્કોર 89.89 હતો  ત્યારબાદ ચેને ચોથા રાઉન્ડ પછી 119-118ની લીડ મેળવી હતી. ચિકિતાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને શૂટ-ઓફ જીતી લીધું. હવે તેનો સામનો ઇન્ડોનેશિયાના નુરિસા ડિયાન અશરીફા સાથે થશે. અગાઉ ગણેશે રોમાંચક પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજી મેચમાં પોતાના દેશબંધુ સાહિલ જાધવને 149-148થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બંને ભારતીય તીરંદાજોએ તેમના શરૂઆતના મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું. જાધવે મંગોલિયાના જામિયાંગોમ્બો પુરેવદોરજે સામેના તમામ પાંચ સેટ જીતીને 149-137થી જીત મેળવી હતી. 

ગણેશે ઇન્ડોનેશિયાના સોસ્તાર અંદારુ રિનાલ્ડીને 144-142થી હરાવ્યો હતો. પહેલા બે સેટ ગુમાવ્યા બાદ ઇન્ડોનેશિયન તીરંદાજે જોરદાર વાપસી કરી હતી. અંતિમ સેટ 30-30થી બરાબર રહ્યો, પરંતુ ગણેશે તેની શરૂઆતની લીડને કારણે બે પોઈન્ટથી મેચ જીતી લીધી હતી.
 
ત્યાર બાદ બંને ભારતીયો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને થયા. જાધવે પહેલો સેટ જીતીને લીડ મેળવી હતી, પરંતુ ગણેશે બીજા સેટમાં બરાબરી કરી હતી. ત્યારબાદ બંનેએ એક-એક સેટ જીત્યો જેનાથી મેચ નિર્ણાયક પાંચમા સેટમાં પહોંચી ગઈ હતી. ગણેશ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેઈના ચીહ-લુન ચેન સામે ટકરાશે.