કાળઝાળ ગરમી અને હિંસા વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ, 4 મેના રોજ જાહેર થશે પરિણામ
નવી દિલ્હી/કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભયાનક ગરમી અને હિંસાના માહોલ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અનુક્રમે 78 ટકા અને 70 ટકા મતદાન થયું છે. ભયાનક ગરમી વચ્ચે પણ મતદારોએ મતદાન કરવામાં રસ દાખવ્યો હોવાથી આ વખતના પરિણામો પણ ચોંકાવનારા મળી શકે છે.
પશ્ચિમ બંગાળમાં સમશેરગંજમાં વધુ મતદાન
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં કુલ 78.11 ટકા મતદાન થયું છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં સરશેરજંગમાં સૌથી વધુ વોટિંગ થયું છે. સરશેરગંજમાં 87 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન સિલિગુડીમાં 72.81 ટકા કર્યું છે. ઉપરાંત, અન્ય શહેરમાં સાલબોનીમાં 84.87 ટકા, સાંતિયામાં 80.23 ટકા, સાલતોડામાં 80.75 ટકા, સિતાઈમાં 80.71 ટકા અને સીતલકુચીમાં 78.54 ટકા વોટિંગ થયું છે.
તમિલનાડુમાં કન્યાકુમારીમાં ઓછું વોટિંગ
તમિલનાડુ રાજ્યની વાત કરીએ તો ઈરોમાં 61.79 ટકા, કલ્લાકુરિચીમાં સૌથી ઓછું (57.15 ટકા) મતદાન થયું હતું. ઉપરાંત, કાંચીપુરમમાં 58.89 ટકા, કન્યાકુમારીમાં 50.35 ટકા, કરુરમાં 60.77 ટકા, કૃષ્ણાગિરિમાં 56.21 ટકા, મદુરાઈમાં 54.75 ટકા, મઈલાદુથુરઈમાં 53.59 ટકા, અરિયાલુરમાં 55.18 ટકા, ચેંગલપટ્ટુમાં 56.28 ટકા, ચેન્નઈમાં 54.58 ટકા વોટિંગ થયું હતું. ઉપરાંત, કોઈમ્બતુર 58.24 ટકા, કુડ્ડાલોરમાં 55.13 ટકા, ધર્મપુરીમાં 59.02 ટકા, ડિંડિગુલમાં 59.79 ટકા વોટિંગ થયું છે.
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 152 સીટ પર મતદાન થયું છે, જ્યારે તમિલનાડુમાં તમામ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યના પરિણામ ચોથી મેના જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં 152 બેઠક પર 1,478 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી પહેલા તબક્કામાં કુલ 3.60 કરોડ મતદાર વોટિંગ કરશે. સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ 148 બેઠક અને ભાજપ તમામ 152 બેઠક પરથી મેદાનમાં છે.