Mon Oct 05 2026

Logo

શું થશે TATAનું? વેણુ શ્રીનિવાસને ટાટા ટ્રસ્ટ્સના ગર્વર્નેન્સ પર જ ઉઠ્યા ગંભીર સવાલો; ચેરિટી કમિશનર પાસે તપાસની માગ

2026-09-30 11:18:58
Author: Mumbai Samachar Team
શું થશે TATAનું? વેણુ શ્રીનિવાસને ટાટા ટ્રસ્ટ્સના ગર્વર્નેન્સ પર જ ઉઠ્યા ગંભીર સવાલો; ચેરિટી કમિશનર પાસે તપાસની માગ

નવી દિલ્હીઃ ટાટા સંસનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ મામલે એક નવો વળાંક આવ્યો છે. હકીકતમાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી અને ટાટા સન્સના બોર્ડમાં તેમના જોઇન્ટ નોમિની ડાયરેક્ટર વેણુ શ્રીનિવાસનને મહારાષ્ટ્ર ચેરિટી કમિશ્નરને ટ્રસ્ટના અડમિનિસ્ટ્રેશન અને ગર્વનન્સની તુરંત તપાસ કરવા કહ્યું છે. 

તેમણે ગંભીર ગવર્નન્સ ખામીઓનો આરોપ લગાવ્યો છે અને ટાટા સન્સની વ્યાપારી (કમર્શિયલ) બાબતોમાં ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના ટ્રસ્ટીઓની ભાગીદારી સામે ચિંતા વ્યક્ત કરી છે.

આટલું જ નહીં, શ્રીનિવાસને નોએલ ટાટાની પરપેચ્યુઅલ (આજીવન/કાયમી) ટ્રસ્ટી તરીકે નિમણૂક અને ચાલુ રહેવા સામે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન તરીકે તેમના પદના આધાર, પુત્ર નેવિલની નિમણૂક અને નિર્ણય લેવાની પ્રક્રિયાથી પોતાને અલગ રાખવા ઉપરાંત, ટાટા સન્સની વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) અને વ્યાપારી બાબતોમાં SDTT અને તેના ટ્રસ્ટીઓની ભાગીદારી પર પણ સવાલો ઉઠાવ્યા છે. નોએલ ટાટા હાલ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન છે.

કઈ બાબતોને લઈને છે તણાવ?

આ સમગ્ર ઘટના ચેરિટેબલ ટ્રસ્ટ્સ વચ્ચેના ગવર્નન્સ (વહીવટ) અને ટાટા સન્સના મોટા શેરધારક તરીકે શ્રીનિવાસનની ભૂમિકાને લઈને વધી રહેલા તણાવને દર્શાવે છે.

ટાટા સન્સમાં શેરહોલ્ડિંગ

ટાટા ટ્રસ્ટ્સ: ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં કુલ 66% હિસ્સેદારી ધરાવે છે.

SDTT (સર દોરાબજી ટાટા ટ્રસ્ટ): ટાટા સન્સમાં 27.98% હિસ્સેદારી ધરાવે છે.

SRTT (સર રતન ટાટા ટ્રસ્ટ): ટાટા સન્સમાં 23.56% હિસ્સેદારી ધરાવે છે.

આ બંને ટ્રસ્ટ્સ મળીને ટાટા સન્સમાં કુલ 51.54% બહુમતી હિસ્સેદારી ધરાવે છે.

નિર્ણય લેવા પર રોક

ટાટા સંસના બે મુખ્ય શેરહોલ્ડર્સ પૈકી એક, SRTTને મહારાષ્ટ્ર ચેરીટી કમિશનરે મે મહિનામાં બેઠકોમાં સામેલ થવા કે નિર્ણય લેવા પર રોક લગાવી હતી. આ રોક 'લાઇફ ટ્રસ્ટી ' (આજીવન ટ્રસ્ટી) સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનના આરોપો બાદ લગાવાવાઇ હતી

રિપોર્ટ્સ અનુસાર શ્રીનિવાસને ચેરિટી કમિશનરને લખેલા પત્રમા કહ્યું, "આ મને પોતાનો સ્વતંત્ર નિર્ણય અને વોટનો ઉપયોગ કરવાથી રોકવા અને એક ટ્રસ્ટી તરીકે મારી સ્થિતિને બિનઅસરકારક કરવાની એક અસાધારણ કોશિશ હતી, કારણ કે મારો મત કેટલાક અન્ય ટ્રસ્ટીઓ કરતા અલગ હતો."