Tue Apr 21 2026

Logo

થાણે સ્ટેશન નજીક કપડાંની દુકાનમાં આગ: કોઇ જાનહાનિ નહીં

2026-04-20 17:37:38
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: થાણે રેલવે સ્ટેશન નજીક આવેલી કપડાંની દુકાનમાં સોમવારે વહેલી સવારે આગ લાગી હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.થાણેના નૌપાડા વિસ્તારમાં ગાવદેવી મંદિરની નજીક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પ્રાચી ફેશન સ્ટોર નામની દુકાનમાં સોમવારે વહેલી સવારના 5.40 વાગ્યે આગ લાગી હતી, એમ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.

આગની જાણ થયા બાદ અગ્નિશમન દળના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને વીજ વિતરણ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.અગ્નિશમન દળના જવાનોએ સવારે 8.40 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)