Wed Oct 07 2026

Logo

RSS વડા મોહન ભાગવતે કહ્યું, ભારતની પરંપરાઓ સમાજ અને વિશ્વની સુરક્ષા માટે જરૂરી

2026-10-07 17:16:47
Author: Chandrakant Kanoja
RSS વડા મોહન ભાગવતે કહ્યું, ભારતની પરંપરાઓ સમાજ અને વિશ્વની સુરક્ષા માટે જરૂરી

નાગપુર:નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત અધ્યક્ષ અશોક સિંઘલની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે મહત્વપૂર્ણ બાબત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની પરંપરાઓ સમાજ અને વિશ્વની સુરક્ષા માટે જરૂરી છે.  RSS વડા મોહન ભાગવતે લોકોને પોતાની પરંપરાઓ અનુસાર જીવન જીવવા અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. નાગપુર જિલ્લાના દેઓલાપુર સ્થિત ‘ગૌ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર’ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ સંબોધન કર્યું હતું. 

દરેકના જીવનમાં સંતોષ હોવો જોઇએ જેની પ્રયાસો પણ જરૂરી 

સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે દરેકના જીવનમાં સંતોષ હોવો જોઇએ જેની માટે પ્રયાસો કરવા જોઇએ. તેમજ સામાજિક અભિયાનોમાં જનભાગીદારીની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના લોકોને પોતાની પરંપરાઓ જાળવી રાખવા અને સમાજ તથા વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. 

સમાજના કદની તુલનામાં સારા કાર્યોમાં લાગેલા  લોકોની સંખ્યા ઓછી

તેમણે જણાવ્યું કે, સમાજના કદની તુલનામાં સારા કાર્યોમાં લાગેલા  લોકોની સંખ્યા ઓછી છે અને તેમણે સામાજિક કાર્યોમાં વધુને વધુ જન ભાગીદારી માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સારા લોકોને યાદ કરવાની બે રીતો છે  કયા તો જાતે સારા કામ કરવા   અથવા તો જેમણે આવા કાર્યો કર્યા છે તેમને  યાદ કરવા. તેમણે એ બાબત પણ નોંધી હતી કે ઘણા લોકો એ જાણતા હોવા છતાં કે શું કરવાની જરૂર છે.  તેઓ માને છે કે આવા કાર્યો અન્ય લોકોએ કરવા જોઈએ.