(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:કાંદિવલી (પશ્ચિમ)ના સુભાષ લેનમાં આવેલી બહુમાળી ઈમારતમાં બુધવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. મોડે સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સુભાષ લેનમાં શીતલ ફોનિક્સ ક્લાસની સામે ગ્રાઉન્ડ પ્લસ ૨૦માળની ઓએસકે બિલ્ડિંગ આવેલી છે.
જેના ૧૦મા માળે રાતના ૯.૧૪ વાગે આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ને આગને બુઝાવાના પ્રયાસ હાથ ધર્યા હતા. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી નહોતી.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ ઈજા નોંધાઈ નથી.