Tue Oct 06 2026

Logo

ટૂંક સમયમાં લાગશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, રાતોરાત ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?

2026-07-28 16:52:57
Author: Darshana Visaria
ટૂંક સમયમાં લાગશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, રાતોરાત ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?

સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની અમાસનું એક વિશેષ અને પવિત્ર મહત્વ રહેલું છે. આ પવિત્ર અમાસને 'હરિયાળી અમાવસ્યા', 'આદિ અમાવસાઈ' તેમજ 'હરિયાળી તીજ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે શ્રાવણ અમાવસ્યા પર વર્ષનું બીજું ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવું સૂર્ય ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે.

પંચાંગ અનુસાર, આ ગ્રહણની શરૂઆત 12મી ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 9.04 કલાકે થશે અને તેનું સમાપન 13મી ઓગસ્ટના રોજ સવારે 4.35 કલાકે થશે. જોકે આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન નથી, છતાં જ્યોતિષીય દ્રષ્ટિએ તેની સકારાત્મક અને નકારાત્મક અસરો તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ ૪ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના માટે આ સૂર્યગ્રહણ અત્યંત શુભ અને વરદાન સમાન સાબિત થવાનું છે. ચાલો જાણીએ શ્રાવણ અમાવસ્યાના સૂર્યગ્રહણથી કઈ ચાર રાશિઓનું કિસ્મત ચમકશે:

મેષઃ
મેષ રાશિના જાતકો માટે શ્રાવણ અમાવસ્યાનું આ સૂર્યગ્રહણ અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે. લાંબા સમયથી અટવાયેલા તમામ અગત્યના કામો ઝડપથી પૂરા થશે અને જૂના કાનૂની કે કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ આવશે. નોકરીયાત વર્ગના લોકોને પ્રમોશન મળવાના મજબૂત યોગ છે. બોસ તમારા કામથી પ્રભાવિત થઈને નવી અને મોટી જવાબદારી સોંપી શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ કરાવશે. જૂના કરેલા રોકાણમાંથી શ્રેષ્ઠ રિટર્ન મળશે અને વેપારીઓ માટે નવી નફાકારક ડીલ ફાઇનલ થશે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે પણ આ સૂર્યગ્રહણ અત્યંત શુભ અને સકારાત્મક પરિણામો લઈને આવશે. આવકના નવા ને અણધાર્યા સ્ત્રોતો ઊભા થશે. અચાનક મોટી રકમનો ધનલાભ થવાની શક્યતા છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. દરેક નિર્ણયોમાં પરિવારનો પૂરો સાથ મળશે. વેપારીઓ આ સમયગાળા દરમિયાન બંપર કમાણી કરશે. જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું આ સમયે પૂરું થઈ શકે છે.

સિંહઃ
સિંહ રાશિના સ્વામી ગ્રહ પોતે સૂર્યદેવ હોવાથી, આ સૂર્યગ્રહણ તમારા માટે કોઈ વરદાનથી કમ નહીં હોય. બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ધાર્યા કરતાં પણ વધુ બંપર નફો થશે, જેનાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. કાર્યસ્થળે તમારી ઉત્કૃષ્ટ કામગીરીના મુક્તકંઠે વખાણ થશે. તમારી પદ અને પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો કે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો સમય અતિ અનુકૂળ છે.

ધનઃ
ધનુ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ નસીબના દરવાજા ખોલી નાખશે. પૈતૃક (બાપદાદાની) સંપત્તિમાંથી મોટો આર્થિક લાભ મળવાની પ્રબળ સંભાવના છે. અચાનક નાણાકીય લાભ થવાથી આર્થિક ચિંતાઓ દૂર થશે. વિદેશ મુસાફરી કે લાંબા અંતરના પ્રવાસના મજબૂત યોગ બની રહ્યા છે. કરિયરમાં પ્રગતિ માટે નવી નોકરીની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. સંતાન પક્ષ તરફથી કોઈ ખૂબ જ આનંદદાયક કે સુખદ સમાચાર મળી શકે છે.