મુંબઈ: ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. ફિટનેસના મામલે તે પોતાની દીકરી પલક તિવારીને પણ ટક્કર આપે છે. તાજેતરમાં શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરોમાં તે બ્લેક અને બ્લૂ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક ટોપ પહેર્યું છે, જેની સ્લીવ્સ પર સ્ટાઇલિશ સ્ટ્રેપ્સ લગાવવામાં આવ્યા છે. આ ડિઝાઇનને કારણે તેનો લુક વધુ આકર્ષક લાગી રહ્યો છે.
અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. તેણે હળવો મેકઅપ કર્યો છે અને કાનમાં સિલ્વર ઇયરરિંગ્સ પહેર્યાં છે. તસવીરોમાં શ્વેતા કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
ફેશન સેન્સ અને ફિટનેસ ઉપરાંત જો અભિનેત્રીની કારકિર્દીની વાત કરીએ તો શ્વેતા તિવારીને સૌપ્રથમ 1999માં આવેલા શો ‘કલીરે’માં જોવા મળી હતી ત્યાર બાદ સિરિયલ ‘કસૌટી જિંદગી કી’થી તે ઘરે ઘરે જાણીતી બની હતી.

ટીવી સિરિયલ્સ ઉપરાંત શ્વેતા તિવારી ‘મિલે ના મિલે હમ’, ‘બિન બુલાયે બારાતી’ અને ‘સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત તે ‘હમ તુમ એન્ડ ધેમ’ અને ‘ડૂ યુ વાના પાર્ટનર’ જેવા પ્રોજેક્ટ્સનો પણ હિસ્સો રહી ચૂકી છે. શ્વેતા તિવારીનો આ સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. તેની તસવીરોમાં તેનો ગ્લેમરસ અને ફેશન-ફોરવર્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.