જ્યોતિષ શાસ્ત્રમાં ભૌતિક સુખ, ધન-સંપત્તિ, વૈભવ, પ્રેમ અને દાંપત્ય જીવનના કારક ગણાતા દૈત્યગુરુ શુક્ર દેવ 23મી સપ્ટેમ્બર, 2026ના રોજ અસ્ત (Shukra Asta) થવા જઈ રહ્યા છે. શુક્ર દેવ લગભગ 37 દિવસ સુધી અસ્ત અવસ્થામાં રહ્યા બાદ સીધા 30મી ઓક્ટોબર, 2026ના રોજ ઉદય પામશે. આ સમયગાળા દરમિયાન જ ત્રીજી ઓક્ટોબરે શુક્ર વક્રી પણ થશે, એટલે કે તેમની ઊંધી ચાલ શરૂ થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે.
સામાન્ય રીતે કોઈપણ ગ્રહનું અસ્ત થવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ શુક્રનું આ ગોચર અને વક્રી સ્થિતિ અમુક રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે. ખાસ કરીને ચાર રાશિના જાતકો માટે અટકેલા નાણાં પાછા મળવા, કરિયરમાં પ્રમોશન અને અણધાર્યા ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભ:
શુક્રનું અસ્ત થવું વૃષભ રાશિના જાતકો માટે ભૌતિક સુખ-સુવિધાઓમાં નોંધપાત્ર વધારો લાવશે. લાંબા સમયથી ફસાયેલા કે અટકેલા નાણાં અચાનક પરત મળવાની શક્યતા છે. નવી પ્રોપર્ટી, જમીન કે મનપસંદ વાહન ખરીદવાની ઈચ્છા આ સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે અને નવો વેપાર શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે. પરિવારમાં આનંદ અને ખુશીઓનો માહોલ રહેશે.
મિથુન:
મિથુન રાશિના લોકો માટે આવકના નવા અને કાયમી સ્ત્રોત ઊભા થશે. નોકરિયાત વર્ગને પગાર વધારો કે પ્રમોશન મળવાના પ્રબળ સંકેતો છે. ભૂતકાળમાં કરેલા શેરબજાર કે અન્ય રોકાણોમાંથી ધાર્યા કરતાં વધુ વળતર પ્રાપ્ત થશે. તમારી સચોટ નિર્ણયશક્તિ વેપારમાં મોટો ફાયદો કરાવશે અને નવા બિઝનેસ સોદાઓથી તગડો નફો મળશે.
તુલા:
અસ્ત શુક્ર તુલા રાશિના જાતકોના વ્યક્તિત્વ અને સામાજિક પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવશે. ખાસ કરીને મીડિયા, ફેશન, આર્ટ, ડિઝાઇનિંગ અને ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને મોટી ઓળખ અને આર્થિક લાભ મળશે. પૈતૃક મિલકતને લગતો જૂનો વિવાદ ઉકેલાતાં મોટી નાણાકીય રાહત મળશે અને માનસિક ચિંતાઓમાંથી કાયમી મુક્તિ મળશે.
મકર:
મકર રાશિના લોકો માટે આ સમય કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. નવી નોકરીની શોધમાં રહેલા યુવાનોને મોટી કંપની કે મલ્ટીનેશનલ ફર્મ તરફથી આકર્ષક ઓફર મળી શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. બિઝનેસ અર્થે કરેલી યાત્રાઓ ફળદાયી નીવડશે અને બેંક બેલેન્સ તેમજ સંચિત ધનમાં સતત વધારો થશે.