Mon Oct 05 2026

Logo

કોણ છે શિવમ દુબેની પત્ની અંજુમ ખાન? સુંદરતામાં ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિને પણ આપે છે ટક્કર, વિશ્વાસ ના હોય તો જોઈ લો...

2026-03-10 18:06:48
Author: Darshana Visaria
કોણ છે શિવમ દુબેની પત્ની અંજુમ ખાન? સુંદરતામાં ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિને પણ આપે છે ટક્કર, વિશ્વાસ ના હોય તો જોઈ લો...

ક્રિકેટના મેદાન પર સિક્સરનો વરસાદ કરનારા ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન અત્યારે સોશિયલ મીડિયા પર ગ્લેમરની બાબતમાં બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં અંજુમ ખાનના ફોટો બાદ યુઝર્સ તેની સુંદરતાની સરખામણી ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે પણ કરી રહ્યા છે, ચાલો તમને વિશ્વાસ ના હોય તો જોઈ લો... 

વાત કરીએ શિવમ દુબે અને અંજુમ ખાનની જોડી વિશે તો સોશિયલ મીડિયા પર આ જોડી ફેન્સની ફેવરિટ જોડી છે. અંજુમ ખાન માત્ર સુંદર નથી, પણ તે પોતાની એક અલગ ઓળખ પણ ધરાવે છે. અંજુમ ખાન ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે મોડલિંગ અને એક્ટિંગના ક્ષેત્રમાં સક્રિય રહી ચૂકી છે. તેણે કેટલીક મ્યુઝિક આલ્બમ્સ અને હિન્દી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. તેની સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે.

શિવમ દુબે અને અંજુમ ખાને જુલાઈ 2021માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન હિન્દુ અને મુસ્લિમ બંને રીતિ-રિવાજ મુજબ થયા હતા, જે તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ કપલને અત્યારે એક ક્યૂટ દીકરો પણ છે. 

વાત કરીએ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા અને શિવમ દુબેની પત્ની અંજુમ ખાન વચ્ચેની સરખામણીની તો તેમાં અદિતીની સામે અંજુમ ખાનનું પલડું ભારે છે. જ્યાં અદિતિનો અંદાજ પ્રોફેશનલ મોડલ જેવો છે, જ્યારે અંજુમ ખાનનો લૂક એકદમ ક્લાસી અને એલિગન્ટ ગણાય છે.