Mon Oct 05 2026

Logo

72 કલાકમાં ન્યાયના દેવતા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

2026-08-17 18:42:42
Author: Darshana Visaria
72 કલાકમાં ન્યાયના દેવતા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળદાતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મોના આધારે શુભ કે અશુભ ફળ આપે છે, તેથી તેમની ચાલ અને ગોચરને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, 20મી ઓગસ્ટ 2026ના ગુરુવારે શનિદેવ એક મોટું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે શનિ બુધના આધિપત્યવાળા રેવતી નક્ષત્ર માં પ્રવેશ કરશે.

શનિનું આ નક્ષત્ર ગોચર નવમી ઓક્ટોબર, 2026 સુધી પ્રભાવી રહેશે. ગ્રહોની આ વિશેષ સ્થિતિને કારણે આગામી સમયગાળો ચાર રાશિઓ માટે અત્યંત શુભ, પ્રગતિશીલ અને આર્થિક લાભ કરાવનારો સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર ગોચર અત્યંત ફળદાયી રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, જેનાથી માન-સન્માન અને પદપ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ મોટો લાભ થશે અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે.

કર્કઃ

શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. જો તમે નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળો શ્રેષ્ઠ છે. અગાઉ કરેલા રોકાણોમાંથી ઉત્તમ વળતર મળશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે અને જૂના વાદ-વિવાદોનો સુખદ અંત આવશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ ગોચર કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટના પ્રબળ યોગ બની રહ્યા છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જે પણ નવો પ્રોજેક્ટ કે કામ શરૂ કરશો તેમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.

મકરઃ

મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ હોવાથી આ ગોચર દરમિયાન તેમના પર વિશેષ કૃપા વરસશે. આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે અને આવકના નવા માર્ગો ખુલશે. વેપારમાં મોટો આર્થિક નફો થશે અને જૂના દેવા કે ઉધારમાંથી મુક્તિ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ સફળતા મળશે.