Mon Oct 05 2026

Logo

યુપીમાં વિપક્ષી ગઠબંધનમાં 'તિરાડ'! સપા સાંસદે રાહુલ ગાંધી પર કર્યાં આકરા પ્રહારો, કહ્યું કોંગ્રેસને 50 બેઠક આપી એટલે હાર...

2026-10-04 15:14:13
Author: Vimal Prajapati
યુપીમાં વિપક્ષી ગઠબંધનમાં 'તિરાડ'! સપા સાંસદે રાહુલ ગાંધી પર કર્યાં આકરા પ્રહારો, કહ્યું કોંગ્રેસને 50 બેઠક આપી એટલે હાર...

લખનઉઃ ઉત્તર પ્રદેશ (યુપી)માં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે. દરેક પાર્ટીઓ લોકોના મત મેળવવા માટે એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. અત્યારે ખાસ કરીને I.N.D.I. (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ) ગઠબંધન જે ભારતનું સૌથી મોટું વિપક્ષનું ગઠબંધન છે, તેમાં બેઠકોની ફાળવણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શિવપાલ સિંહ પટેલે મહત્વનું અને ચોંકાવનું નિવેદન આપ્યું છે. 

શું સપા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 50 બેઠક આપશે?
સમાજવાદી પાર્ટીના સાંસદ શિવપાલ સિંહ પટેલે કહ્યું કે, કોંગ્રેસ 50 બેઠક આપવી એનો મતલબ કે ચૂંટણી પહેલા જ આટલી બેઠકો પર હાર માની લેવી! સ્વાભાવિક છે કે, આ ખૂબ જ મોટું નિવેદન છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સપા વધારે બેઠકો આપવા માટે રાજી નથી. કારણે સપાની ધારણા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ વધારે બેઠકો પર જીતી શકે તેમ નથી. આ નિવેદનના કારણે I.N.D.I. (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ) ગઠબંધનમાં ફરી મોટો વિવાદ સર્જાઈ શકે છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યાં
સપા સાંસદે માત્ર કોંગ્રેસ પર જ નહીં પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યાં છે. સાંસદ શિવપાલ સિંહ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ભાગી ગયાં હતા. રાહુલ ગાંધી એટલા ડરી રહ્યાં હતા કે, રાયબરેલીથી ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા. તે વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને સમજાવ્યાં ત્યારે તેઓ રાયબરેલીથી ચૂંટણી લડવા માટે તૈયાર થયાં હતાં. આ સાથે સપા સાંસદે એવો પણ દાવો કર્યો છે કે, 2024માં સપાએ ખૂબ મહેનત કરી ત્યારે રાહુલ ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી જીતી શક્યાં હતાં. 

સ્ટ્રાઈક રેટ પ્રમાણે કોંગ્રેસને માત્ર 30-35 બેઠક મળી શકે
સપાના કારણે રાહુલ ગાંધી રાયબરેલીમાં ચૂંટણી જીત્યાં હોવાનો દાવો કરવામાં આવે છે. બાકી તેમને સાઉથમાંથી જ ચૂંટણી લડવા માટેનું નક્કી કરી નાખ્યું હતું. એટલે ઉત્તર પ્રદેશમાં સપાની જેમ કોંગ્રેસ પાસે જનસમર્થન નથી. સપા સાંસદે જણાવ્યું હતું કે, 2022 અને 2024ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના 'સ્ટ્રાઈક રેટ'ને જોતાં તેઓ માત્ર 30-35 બેઠક મેળવવાને જ પાત્ર છે. 

ભલે અખિલેશ યાદવ ઉદારતા દાખવે તો પણ કોંગ્રેસને 50થી વધુ બેઠકો મળવી જોઈએ નહીં. શિવપાલ સિંહ પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસ પાસે ન તો ઉમેદવારો છે કે ના તો જનસમર્થનનો આધાર! હવે કોંગ્રેસને આ ચૂંટણીમાં કેટલી બેઠકો મળશે તે જોવાનું રહેશે.