Tue Oct 06 2026

Logo

માર્ચ મહિનાના અંતમાં બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી...

2026-03-11 17:11:21
Author: Darshana Visaria
માર્ચ મહિનાના અંતમાં બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી...

જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી રાજયોગને અત્યંત શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એકબીજાથી કેન્દ્ર સ્થાને હોય અથવા યુતિ કરતા હોય, ત્યારે ગજકેસરી રાજયોગનું નિર્માણ થાય છે. માર્ચ, 2026માં ગ્રહોની આ વિશેષ સ્થિતિને કારણે ત્રણ રાશિના જાતકો માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાક્યના જણાવ્યા અનુસાર 26મી માર્ચના ગુરુ અને ચંદ્રની યુતિથી આ ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ જે વ્યક્તિની કુંડળીમાં હોય તેને જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. વ્યક્તિ બુદ્ધિશાળી, જ્ઞાની અને વક્તા હોય છે. આ રાજયોગ હાથી (ગજ) જેવી શક્તિ અને સિંહ (કેસરી) જેવું તેજ પ્રદાન કરે છે. તેનાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળે છે. 

માર્ચ, 2026માં આ યોગ આ ત્રણ રાશિના જાતકોને માનસિક શાંતિ અને અઢળક સંપત્તિની પ્રાપ્તિ થઈ રહી છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ રાજયોગથી લાભ થઈ રહ્યો છે... 

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ રાજયોગ વરદાન સમાન સાબિત થશે. લાંબા સમયથી અટકી પડેલાં નાણાં પાછા મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં મોટો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને મહત્વના નિર્ણયોમાં સફળતા મળશે. જીવનમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસમાં વધારો કરનારો રહેશે. લાંબા સમયથી ચાલી આવતી યોજનાઓ હવે પૂર્ણ થશે. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.  જમીન કે મકાનની ખરીદી માટે આ ઉત્તમ સમય છે. નવું વાહન વગેરે ખરીવાની તમારી ઈચ્છા આ સમયે પૂરી થઈ રહી છે. 

કન્યાઃ
કન્યા રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે શિક્ષણ અને સંશોધન સાથે જોડાયેલા લોકો માટે આ સુવર્ણ કાળ છે. શેરબજાર કે સોના-ચાંદીમાં કરેલું રોકાણ લાંબાગાળે મોટું વળતર આપી શકે છે. નવા વ્યાપારિક કરાર થશે જે ભવિષ્યમાં આર્થિક ઉન્નતિ લાવશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.