નાંદેડ: નાંદેડ જિલ્લામાં 12 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
શિવાજીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેશ પુરીએ જણાવ્યું હતું કે 13 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી.
છોકરી ખરીદી કરવા કરિયાણની દુકાનમાં જઇ રહી હતી ત્યારે આરોપીએ તેને આંતરી હતી અને તેને જબરજસ્તીથી નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બાળકી ઘરે આવી ત્યારે તે ગભરાયેલી હતી. માતાને શંકા જતાં તેની પૂછપરછ કરાઇ હતી, જેમાં તેણે તમામ હકીકત જણાવી હતી. આ સાંભળીને આઘાત પામેલી માતા બાદમાં પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ ચલાવી હતી અને તેને પકડી પાડ્યો હતો. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)