Mon Oct 05 2026

Logo

‘નાની પરીઓ માટે નાની કબરો’ ઈરાનના મીનાબમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો, યુએસ-ઇઝરાયલ ગુનેગાર...

tehran   2026-03-03 21:19:05
Author: Savan Zalariya
‘નાની પરીઓ માટે નાની કબરો’ ઈરાનના મીનાબમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો, યુએસ-ઇઝરાયલ ગુનેગાર...

તેહરાન: યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન સામે યુદ્ધ શરુ કર્યું છે, ઈરાન પણ વળતા હુમલા કરી રહ્યું છે. એવામ ઈરાનમાંથી હ્રદયદ્રાવક દ્રશ્યો મળી રહ્યા છે. દક્ષિણ ઈરાનમાં આવેલી એક શાળા પર યુએસ-ઇઝરાયલ દ્વારા કરવા આવેલી સ્ટ્રાઈકમાં મૃત્યુ પામેલી બાળકીઓના મૃતદેહોને દફનાવવા માટે તાજી ખોદવામાં આવેલી સેંકડો કબરોનાં ફોટોગ્રાફ જાહેર કરવામાં આવ્યા છે, જે યુદ્ધની ભયાનકતા દર્શાવે છે.

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ X પર ફોટોગ્રાફ પોસ્ટ કર્યા છે, જેમાં જોવા મળે છે કે એક ખુલ્લા મેદાનમાં હરોળબદ્ધ કેટલીક નાની કબરો ખોદવામાં આવી છે. મશીનો દ્વારા વધુ કબરો ખોદવામાં આવી રહી છે, સફેદ ચોક વડે જમીન પર લંબચોરસ આકાર દોરવામાં આવ્યા છે.

આ ફોટોગ્રાફ્સ ઈરાનના મીનાબ વિસ્તારના, જ્યાં યુએસ-ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે એક કન્યા શાળા પર એર સ્ટ્રાઈક કરીને 165 બાળકીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં  96 લોકો ઘાયલ થયા હતા.

અરાઘચીએ લખ્યું "યુએસ-ઇઝરાયલી બોમ્બમારામાં મૃત્યુ પામેલી 160 થી વધુ બાળકીઓ માટે ખોદવામાં આવી રહેલી કબરો છે, બાળકીઓના શરીરને ટુકડા થઇ ગયા છે. ગાઝાથી મીનાબ સુધી, નિર્દોષોની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી રહી છે."

યુનાઇટેડ નેશન્સમાંઈરાને આ હુમલાને નાગરિકો પર પર ઇરાદાપૂર્વક કરવામાં આવેલો હુમલો ગણાવ્યો. ભારતમાં ઈરાનના દુતાવશે પણ એક પોસ્ટ કરીને કરી હતી, જેમાં લખવામાં આવ્યું કે "લીટલ ગ્રેવ્સ ફોર લીટલ એન્જલ્સ".