Thu Apr 23 2026

Logo

ફેશન પ્લસ : ફેશનમાં હવે ન્યુટ્રલ જેન્ડર

2026-04-23 09:03:00
Author: Pratima Arora
Article Image

 

 

 

- પ્રતીમા અરોરા

 

બદલાઈ રહી છે ફેશનની પરિભાષા

 

ઘણા સમયથી ફેશનની દુનિયા સ્ત્રી અને પુરુષ એમ અલગ ભાગમાં વેચાયેલી રહી છે. પુરુષો માટે શર્ટ-પેન્ટ તો મહિલાઓ માટે સલવાર-કમીઝ. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી ફેશનમાં આ વ્યાખ્યા થોડી ઝાંખી થવા લાગી છે, કેમ કે યુવાઓ માને છે કે કપડાં શરીર માટે હોય છે અને એને જેન્ડર સાથે કોઈ ખાસ સંબંધ નથી. 

 

હવે યુવક હોય કે યુવતી બન્ને ઓવરસાઈઝ શર્ટ અને ઢીલા ટ્રાઉઝર પહેરે છે. આ પરિવર્તન માત્ર મોટાં શહેરોમાં નથી, પરંતુ નાનાં અને મધ્યમ શહેરોમાં પણ જોવા મળી રહ્યું છે. એથી એમ કહી શકાય કે ન્યુટ્રલ જેન્ડર ફેશન ઝડપથી આગળ વધી રહ્યું છે. 

 

ગરમીમાં ફાયદાકારક

 

ન્યુટ્રલ જેન્ડર ફેશન અન્ય કોઈ ઋતુમાં તો ઠીક, પરંતુ ઉનાળામાં વધુ ફાયદાકારક હોય છે. ઢીલા અને કોટનનાં કપડાં આપણને પરસેવાથી દૂર તો રાખે જ છે, પરંતુ સાથે જ હવાના પ્રવાહને પણ સુનિશ્ર્ચિત કરે છે. ન્યુટ્રલ જેન્ડર ફેશનની ઓળખ માત્ર ડિઝાઈનથી જ નહીં, પરંતુ વિવિધ રંગોથી પણ થાય છે. ભડકાઉ રંગોને બદલે બેજ, ગ્રે, ઓફ વ્હાઇટ, વ્હાઇટ, ઓલિવ ગ્રીન અને લાઇટ બ્લ્યુ વધારે ટ્રેન્ડમાં રહે છે. આ રંગ આપણા શરીરને પણ રાહત પહોંચાડે છે. આ બધા કલર કોઈ એક જેન્ડર સુધી જ સીમિત નથી.

 

સોશ્યલ મીડિયા

 

ન્યુટ્રલ જેન્ડર ફેશનનું સૌથી વધુ અગત્યનું કારણ સોશ્યલ મીડિયા પણ છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ ટયૂબ પર હજારો યુવાનો ફેશન ક્ધટેન્ટ બનાવે છે. હવે તો સમય એવો છે કે ફેશન ડિઝાઇનર નહીં, પરંતુ કોલેજના યુવાનો, પ્રોફેશનલ્સ અને ક્ધટેન્ટ ક્રિએટર જ ફેશનના નવા પ્રતીક બની ગયા છે. સાધારણ ઢીલા કપડા પહેરીને બનાવેલી રીલ લાખો યુવાઓને પ્રેરિત કરે છે. ન્યુટ્રલ જેન્ડર ફેશન માત્ર સુવિધા કે સ્ટાઇલનો મુદ્દો નથી. એમાં આત્મવિશ્ર્વાસ અને સ્વતંત્ર વિચારધારા પણ રહેલી છે. 

 

ફેશન ઉદ્યોગમાં પરિવર્તન

 

ભારતના પ્રમુખ ફેશન બ્રાન્ડમાં હવે યુનિસેક્સ કનેક્શન સ્પષ્ટ દેખાય છે. અનેક સ્ટાર્ટઅપ પણ માત્ર ન્યુટ્રલ જેન્ડર આઉટફિટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એનાથી સ્પષ્ટ છે કે હવે ફેશન ઈન્ડસ્ટ્રી પણ ન્યુટ્રલ જેન્ડર ફેશનને સ્વીકારી ચુકી છે. 

 

નાનાં શહેરો સુધી પહોંચ

 

ન્યુટ્રલ જેન્ડર ફેશનની ખાસ વાત એ છે કે એ મોટાં શહેરો અને સેલિબ્રિટી ક્લાસની વિચારધારા જ નથી દેખાડતી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એ નાના અને મધ્યમ શહેરો સુધી પણ પહોંચી ગઈ છે. એમ પણ કહી શકાય કે ફેશન હવે સીમાથી મુક્ત થઈ છે. 

 

એકવીસમી સદીમાં હવે ફેશનની પરિભાષા બદલાઈ રહી છે. ફેશન હવે એ નથી પૂછતી કે તમે સ્ત્રી છો કે પુરુષ છો? હવે જમાનો છે ન્યુટ્રલ જેન્ડર ફેશનનો. ગરમીની શરૂઆત તો થઈ ગઈ છે અને એ યંગસ્ટર્સના કપડાંમાં દેખાઈ રહી છે. કોલેજમાં, કેફેમાં અને શહેરના રસ્તાઓ પર ફેશનની ઝલક દેખાય છે. જેન-ઝી અને પ્રોફેશનલ્સ એવા આઉટફિટ્સ પસંદ કરે છે જે તેમને કમ્ફર્ટ આપે અને આરામદાયક હોય. ગરમીનો પારો વધતાં જ યુવાઓ ઓવરસાઈઝ શર્ટ, ઢીલા ટ્રાઉઝર, લિનનના કૂર્તા, યુનિસેક્સ ટી-શર્ટ અને ન્યુટ્રલ રંગોના મિશ્રણવાળા કપડાને પ્રાથમિકતા આપે છે.