Mon Oct 05 2026

Logo

મારો એકરાર... પરિવારને બનાવીશ પ્રભુ પરિવાર!

2026-09-13 08:17:00
Author: Namramuni Maharaj Saheb
મારો એકરાર... પરિવારને બનાવીશ પ્રભુ પરિવાર!

 

 

 

 

નમ્ર-વાણી વ્યાખ્યાનમાળા - રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આપણને પ્રેરણા આપે છે, જ્યાં સુધી `પ્રભુ' ન બનો, ત્યાં સુધી પરિવારને `પ્રભુ પરિવાર' બનાવવો જોઈએ અને પરિવારના સભ્યોમાં ભાવિના ભગવાનનાં દર્શન કરવાં જોઈએ.

 

પરિવારને પ્રભુ પરિવાર બનાવવા અત્યંત જરૂરી હોય છે, વિનય ગુણ!

 

જ્યાં વિનય હોય, ત્યાં વિજય હોય.

 

જ્યાં વિનય હોય, ત્યાં સ્નેહ, શાંતિ અને સમાધિ હોય. વિનય એક એવું યંત્ર છે, જેના એકના આધારે સંસારની સફળતાની દરેક factory ચાલતી હોય છે.

 

જે પરિવારમાં એકબીજા પ્રત્યે વિનય હોય, એ પરિવારમાં ક્યારેય problem ન હોય.

 

વિનય માત્ર શબ્દોમાં નહીં, વિનય તમારી આંખોમાં, તમારી વાણીમાં, તમારા વ્યવહારમાં અને તમારા રોમ-રોમમાં વ્યાપ્ત હોવો જોઈએ.

 

ગુરુ સમક્ષ તમે 100% વિનય કરો છો, પણ એ 100% વિનયનું result તમારી સંસારની lifeમાં 1% પણ નથી આવતું, શા માટે?

 

કેમ કે બાકીના અન્ય એટલે કે રિક્ષાવાળા, watchman, liftman, peon, servants, cook આદિ સાથે હજારગણો અવિનય કરો છો.

 

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ભૂલોને realise કરી, ભૂલોનો એકરાર કરવા માટે તો હોય છે. જે એકરાર કરે છે, તેમની ભૂલો ક્ષમ્ય બની જાય છે.

 

આજે બે કાન પકડી, પ્રભુ સમક્ષ એકરાર કરો કે હે પ્રભુ!  આજે પકડેલા કાન ફરી ન પકડવા પડે એવા ભાવ સાથે, પ્રભુ! મેં જ્યાં-જ્યાં, જેની-જેની સાથે અવિનય કર્યો છે, રિક્ષાવાળાને પૈસાનો power બતાવ્યો છે, salary આપીને અહંકાર કર્યો છે, પરિવારમાં વડીલોનો disrespect કર્યો છે, નાનાની વાતોને સમજવામાં અહમ્‌‍ નડ્યો છે. તે સર્વ મારા અવિનયી વ્યવહાર, અવિનયી શબ્દો અને અવિનયી actionsનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पणं वोसिरामि!

 

પર્વાધિરાજ પર્યુષણ lifeમાં change લાવવા માટે હોય છે.

 

જ્યાં વિનય હોય, ત્યાં understanding હોય.

 

જ્યાં અવિનય હોય, ત્યાં misunderstanding હોય.

 

ઇતિહાસના પ્રસંગો પર દૃષ્ટિ કરીએ તો સમજાય કે વિનયના અભાવે misunderstanding થાય અને misunderstanding strong બની જાય તો સંથારા જેવી શ્રેષ્ઠ સાધના પણ સદ્ગતિ ન અપાવી શકે.

 

ચંપાનગરીના મહારાજા ઉદાયને જ્યારે સંસારનો ત્યાગ કરી, સંયમનો સંકલ્પ કર્યો ત્યારે તેમણે પુત્રના હિત, શ્રેય અને કલ્યાણની હિતચિંતા કરી, એને કર્મબંધથી અટકાવવા પુત્રના બદલે ભત્રીજાને રાજ્ય સોંપ્યું.

 

પુત્ર, પિતાના હિત અને કલ્યાણકારી ભાવોને સમજી ન શક્યો એટલે પિતા પ્રત્યે અત્યંત ક્રોધ આવ્યો અને પિતાનું રાજ્ય છોડી, બીજા ક્ષેત્રમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું, રાજા બની ગયા.

 

એક સમયે ભગવાન મહાવીર સ્વામીના શરણમાં આવ્યા અને પ્રભુનાં પ્રેરક પ્રવચનોથી પ્રભાવિત અને ભાવિત થઈ, સંથારો ગ્રહણ કર્યો સંથારાની શ્રેષ્ઠ સાધનામાં, જીવના અંતિમ સમયે, સર્વ જીવોની ક્ષમાપના કરવા લાગ્યાં.

 

 खामेमि सव्वे जिवा, सव्वे जिवा वि खमंतु मैं...

 

હું જગતના સર્વ જીવોની ક્ષમાપના કરું છું, સિવાય મારા પિતાની! 

 

Misunderstandingના કારણે એના મનમાં અંતિમ સમય સુધી એ જ ખટકો હતો કે મારા પિતાએ મારી સાથે અન્યાય કર્યો છે. એમનામાં જો પિતા પ્રત્યે respect હોત તો પિતાને વિનમ્રભાવે રાજ્ય ન સોંપવાનું કારણ પૂછ્યું હોત અથવા એમના આંતરિક વિનયે એમના visionને clear કર્યું હોત કે જે મારા હિતનું હશે એ જ મારા પિતાએ મારા માટે કર્યું છે.

 

એક વાત યાદ રાખજો, તમે સંસારમાં છો, પરિવારમાં બધા સાથે છો ત્યારે ક્યારેક તમાં ધાર્યું થાય અને ક્યારેક ન પણ થાય!

 

સંબંધોમાં જ્યારે ધાર્યું થાય ત્યારે પુણ્ય ઘટે અને જ્યારે ધાર્યું ન થાય ત્યારે પાપ ઘટે! 

 

ધાર્યું થાય ત્યારે અહમ્‌‍ ન કરવો અને ધાર્યું ન થાય ત્યારે અફસોસ ન કરવો, માત્ર selfને command આપવો... મારું કે એમનું નહીં, `કમર્નું ધાર્યું થાય છે!'

 

Fruitsની value વધારે હોય કે Dry fruitsની? Dry fruitsની value હંમેશાં વધારે હોય.

 

એમ જેમ-જેમ વડીલો મોટા થતા જાય, તેમ-તેમ જો પરિવારમાં એમની દફહીય વધતી હોય તો એ પરિવાર વિનયથી સમૃદ્ધ હોય અને એ પરિવાર પ્રભુ પરિવાર હોય! 

 

જે પરિવારમાં વડીલોની value હોય, એ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. 

 

પરિવારના સભ્યો વચ્ચે એકબીજાને એકબીજાનો fear હોવો જોઈએ કે એકબીજાના મયફિ હોવો જોઈએ?

 

જે પરિવારમાં fear હોય, એ પરિવારામાં relations fail હોય. 

 

જે પરિવારમાં બધા એક બીજાના dear હોય, એ પરિવારના relations divine હોય, એ પરિવાર પ્રભુ પરિવાર હોય અને એ પરિવાર progressive હોય. 

 

જે પરિવારમાં respectનો અભાવ હોય, એ પરિવારમાં જ્યારે બે સભ્યો એકબીજાને સમજતા ન હોય ત્યારે બંને વચ્ચે egoના કારણે cold war ચાલતી હોય અને જ્યારે બંને એક બીજાને સમજાવતા હોય, ત્યારે ક્રોધના કારણે hot war ચાલતી હોય. 

 

જે પરિવારમાં વિનય હોય, જ્યાં પ્રભુવીરનું શાસન હોય, જે પ્રભુનો પરિવાર હોય ત્યાં કર્મોના ઉદયના કારણે કદાચ hot war કે cold war થાય પણ વધારે સમય ટકે નહીં. 

 

કેટલાક પરિવારના વડીલો આજે વૃદ્ધાશ્રમમાં શા માટે છે?

 

જે વડીલો મીઠા હોય, એમને ક્યારેય કડવા વૃદ્ધાશ્રમમાં જવું ન પડે અને જે વડીલો કડવું બોલતાં હોય એમને ક્યારેય મીઠાં ઘરમાં રહેવા ન મળે. 

 

પરિવારને પ્રભુનો પરિવાર બનાવવા શું કરવું જોઈએ?

 

1. દરરોજ રાત્રે 10 minutes ઘરના દરેક સભ્યોની એક `ઘર સભા' થવી જોઈએ, જેમાં બધા સાથે બેસીને સમૂહમાં પ્રથમ ધ્યાન અને મંત્રોચ્ચાર કરે. પછી એકબીજાની mistakes clear કરે, suggestionsની આપ-લે કરે, માંગલિકનું શ્રવણ કરો અને lastમાં બધા એકબીજાને SORRY કહી ક્ષમાપના કરે.

 

2. આખા દિવસમાં એકવાર ઘરના દરેક સભ્યોએ સાથે બેસીને, mobilesને sideમાં મૂકીને, પ્રસન્નતા સાથે ભોજન કરવું જોઈએ.

 

અન્ન જેના ભેગા... મન એના ભેગા!

 

3. વિનયને ઉત્કૃષ્ટ બનાવવા ઘરના દરેક સભ્યોએ નિત્ય સવારે દેવ-ગુરુ-ધર્મના સ્મરણ સાથે 9 અથવા 27 વંદના કરવી જોઈએ. 

 

પરિવારને પ્રભુ પરિવાર બનાવવા માટે નાનાએ મોટાઓનો respect કરવો જોઈએ અને મોટાઓએ નાનાની વાતોનેસમજી એમની વાતનું સન્માન કરવું જોઈએ. 

 

પ્રભુ પરિવાર એ હોય, જે પરિવારમાં suggestions ઓછાં અને support  વધારે હોય!

 

જે સંતાનોની શક્તિ અને ક્ષમતાને ખીલવવામાં supporter બને છે, તે ક્યારેય મુરઝાતા નથી. 

 

નાનાઓએ સમજવું જોઈએ કે વડીલો પાસે જે experiencesનું   knowledge હોય છે, તે schoolના educationથી અનેકગણું વધારે શ્રેષ્ઠ હોય છે. 

 

જ્યાં વિનય હોય, ત્યાં એકબીજાને સમજવાની સમજ હોય. 

 

પરિવારને પ્રભુ પરિવાર બનાવવાનો સંકલ્પ અને પુરુષાર્થ એ આ પર્યુષણની સાર્થકતા છે, પ્રભુ સમક્ષ એકરાર કર્યા પછીનો પ્રભુને આપવાનો કરાર છે.