Mon Apr 27 2026

Logo

ધોની ફિટ હોવા છતાં નથી રમી રહ્યો? ચાહકોની આશા પર ફરી વળ્યું પાણી, જાણો શું છે કારણ

2026-04-26 16:24:20
Author: Savan Zalaria
Article Image

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના દિગ્ગજ બેટર એમ એસ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ચાહકોને નિરાસ કર્યા છે. ચાહકો ધોનીને રમતો જોવા માટે સ્ટેડીયમમાં પહોંચી રહ્યા છે, પરંતુ તેણે આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. અહેવાલ મુજબ ધોની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, છતાં આજે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં નથી રમી રહ્યો.
અહેવાલ મુજબ CSK ટીમ કોમ્બિનેશનને ખલેલ ન પહોંચે એ માટે એમ એસ ધોની ટીમમાંથી બહાર રહ્યો છે. હેમસ્ટ્રીંગમાં ખેંચાણમાંથી સ્વસ્થ થયેલા ધોનીએ ગયા અઠવાડિટે નેટ પ્રેક્ટીસ સેશનમાં હાજરી આપી હતી.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ધોનીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે, પરંતુ એક યુવાન ખેલાડીને મેચમાં સ્થાન મળે અને છેલ્લા બે મેચોથી ચાલી રહેલા ટીમ કોમ્બિનેશનને ખલેલ પહોંચાડવા માટે તેણે બહાર રહેવાની ઈચ્છા દર્શાવી હતી. 

નોંધનીય છે કે CSK મિડલ ઓર્ડરે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું નથી, તેમ છતાં ધોનીએ કમબેક કર્યું નથી.  

ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ ગત ગુરુવારે સ્પષ્ટ કર્યું કે જ્યારે એમએસ ધોનીને પગના સ્નાયુઓના દુ:ખાવો માટી જશે, ત્યારે તે વિકેટકીપર તરીકે ફરજ બજાવશે.

અગાઉ એવી અટકળો હતી કે વિકેટકીપિંગ માટે સંજુ સેમસન અને કાર્તિક શર્માનો વિકલ્પ ઉપલબ્ધ હોવાથી  એમ એસ ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે.

અપેક્ષા કરતાં એક એસ ધોની વધુ સમય ટીમની બહાર રહ્યો છે, તે નેટ પ્રેક્ટીસ કરી રહ્યો છે, ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં તે CSKની પ્લેઇંગમાં જોવા મળશે.