Mon Apr 27 2026

Logo

ઓરીએ રિહાનાના ઈયરરિંગ્સ પર કરી કમેન્ટ, કહ્યું તે કંઈ પણ કરશે, પણ...

2026-04-26 17:02:15
Author: Darshana Visaria
Article Image

ગ્લોબલ પોપસ્ટાર રિહાના હાલમાં ભારત આવી હતી, જ્યાં તે અંબાણી પરિવારના હોમટાઉન જામનગર પણ પહોંચી હતી. રિહાનાની આ જામનગર મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે ભારતના સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી (Orry) ફરી એકવાર ચર્ચામાં છે અને એનું કારણ છે તેણે શેર કરેલો વીડિયો. આ વીડિયોમાં રિહાના અને ઓરી બંને સાથે જોવા મળી રહ્યા છે અને આ કેપ્શનમાં ઓરીએ એવી વાત કહી છે કે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો...

રિહાનાએ તાજેતરમાં મુંબઈમાં આયોજિત 'ફેન્ટી બ્યુટી' (Fenty Beauty) લોન્ચ ઈવેન્ટમાં એ સાબિત કરી દીધું હતું કે તેને ભારતીય મિત્રો તરફથી મળેલી ભેટ ખૂબ જ પ્રિય છે અને આ સમયે રિહાનાએ તેની ખાસ મુંબઈ મુલાકાત દરમિયાન ઓરી દ્વારા ભેટમાં આપવામાં આવેલી 'ક્રિસ્ટલ ઈયરિંગ્સ' પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 

વાત જાણે એમ છે કે 2024માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ ઈયરિંગ્સ ઓરીએ રિહાનાને ભેટમાં આપી હતી. પોતાની બ્રાન્ડ 'ફેન્ટી બ્યુટી'ના લોન્ચ પછી રાખવામાં આવેલી સ્પેશિયલ આફ્ટર-પાર્ટીમાં રિહાનાએ આ જ ઈયરિંગ્સ સાથે પોતાનો સ્ટાઈલિશ લુક કમ્પ્લીટ કર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Orhan Awatramani (@orry)

ઓરીએ સોશિયલ મીડિયા પર રિહાનાના આ ફોટા શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. રિહાનાનું આ જેસ્ચર દર્શાવે છે કે તે પોતાની ભારત મુલાકાત અને અહીંના મિત્રોને કેટલી મહત્વની માને છે. આ વીડિયો અને ફોટો પર ઓરીએ કરેલી કમેન્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઓરીએ કેપ્શનમાં લખ્યું હતું કે તું કંઈ પણ કર પણ ઈયરરિંગ્સ તો પાછા આપી દે... 

સોશિયલ મીડિયા યુઝર્સને ઓરીની આ મજાક ખૂબ જ પસંદ આવી છે અને તેઓ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ ઓરીની આ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...