Mon Apr 27 2026

Logo

ફિલ્મ 'માતૃભૂમિ'ની એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે સલમાન ખાનને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું અનપ્રોફેશનલ અને બીજું...

2026-04-26 20:57:05
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેની આગામી વોર ડ્રામા ફિલ્મ 'માતૃભૂમિ' અત્યારે ભારે ચર્ચામાં છે. સલમાન ખાન સાથે આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરી રહેલી એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન ભાઈજાન વિશે એવા ખુલાસા કર્યા છે જે સાંભળીને સલમાનની ટીકા કરનારા લોકો પણ ચોંકી ઉઠશે. આવો જોઈએ આખે એવું તે શું કહ્યું છે ચિત્રાંગદા સિંહે સલમાનને લઈને... 

ફિલ્મ 'માતૃભૂમિ'એ ગલવાન વેલીની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન આર્મી કર્નલની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે ચિત્રાંગદા સિંહ સલમાનની પત્નીના રોલમાં જોવા મળશે. હાલમાં ચિત્રાગંદા સિંહે ફિલ્મ માતૃભૂમિમાં સલમાન સાથે કામ કરવાના અનુભવ વિશે એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. 

સલમાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં ચિત્રાંગદાએ જણાવ્યું હતું કે શૂટિંગ શરૂ કરતા પહેલા લોકો તેને કહેતા હતા કે સલમાન સેટ પર મોડા આવે છે અને તે અનપ્રોફેશનલ છે. પરંતુ, હકીકત તો એકદમ અલગ છે. સલમાન ખાન શૂટિંગ દરમિયાન સેટ પર હંમેશાં સમયસર હાજર રહેતા હતા.

ચિત્રાંગદાના જણાવ્યા અનુસાર સલમાન સેટ પરના સૌથી નાના કર્મચારી જેવા કે લાઈટમેન કે ફોર્થ એડીનું પણ એટલું જ ધ્યાન રાખે છે. સલમાન અવારનવાર પૂછતો હોય છે કે સ્ટાફને સમયસર ખાવાનું મળ્યું કે નહીં અથવા તેમને બ્રેક મળ્યો કે નહીં. આટલા મોટા સ્ટાર હોવા છતાં પણ સલમાન ખાન સેટ પર દરેક માટે અપ્રોચેબલ છે અને તેનું કેરિંગ નેચર ખરેખર કમાલનું છે.

વાત કરીએ ફિલ્મ 'માતૃભૂમિ' વિશે તો આ એક વોર ડ્રામા ફિલ્મ છે જે ગલવાન વેલીમાં થયેલા ભારત-ચીન સરહદ વિવાદની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મ બની રહી છે, જે સાહસ, બલિદાન અને દેશભક્તિનો સંદેશ આપશે.