મુંબઈઃ બોલીવુડની સક્સેફૂલ એક્ટ્રેસ કરીના કપૂરની રિલેશનશીપ એક સમયે શાહિદ કપૂર સાથે હતી. આ કપલ્સના અફર્સની ચર્ચા જોરશોરથી ઊઠી હતી. એક લાંબા સમય સુધી બન્ને એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2004થી 2007 સુધી બન્ને એકબીજાના પ્રેમમાં હતા. એવી ચર્ચા છે. પણ અચાનક બ્રેકઅપ થઈ જતા બંન્નેએ પોતાની રાહ અલગ કરી દીધી. એ પછી જ્યારે પણ બન્ને એકબીજાની સામે આવતા હતા એ સમયે થોડું અસહજ ફીલ કરતા હતા. પણ હવે કિસ્સો એક એવો બન્યો છે કે, જે ફેન્સ માટે ચોંકાવનારો સાબિત થયો. મીરા કરીના કપૂરના ખાનના ચેટ શૉ વ્હાટ વિમેન વોન્ટમાં પણ જોવા મળશે.
શુટિંગ ખતમ થઈ ગયું
બન્ને એક્ટ્રેસે આનું શુટિંગ પણ કરી લીધું છે. સેટ પરથી બન્નેની એક તસવીર પણ સામે આવી છે. આ તસવીર સામે આવતા ફેન્સ જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે તો કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર બન્નેએ એકબીજા પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો.આ જોઈને ફેન્સ ચોંકી ગયા હતા અને કેટલાકે તો લખી દીધુ કે, આવું તો ક્યારેય વિચાર્યું ન હતું. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરી છે. જેમા મીરા રાજપૂત જોવા મળી રહી છે. મીરાએ પણ કરીના કપૂરના શૉમાં પહોંચી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીર સાથે મીરાએ કરીના કપૂરને ટેગ કરી હતી. કરીનાના વખાણ કર્યા હતા. આ પોસ્ટ પર એક્ટ્રેસે પણ જવાબ આપ્યો હતો. પોસ્ટ સામે આવતા ફેન્સ પણ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. ફોટોમાં બન્ને ખુશ જોવા મળી રહી છે. આ તસવીર શૅર કરતા કરીનાએ લખ્યું હતું કે, શૉમાં બેહદ વૉર્મ એન્ડ લવલી મીરા. કરીનાની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, શૉમાં મીરાની હાજરી તેના માટે પણ ખાસ હતી. બંનેનો આ સુંદર ફોટો અને કરીનાનો સંદેશ જોઈને ચાહકો વચ્ચે તેમના સંબંધો વિશેની ચર્ચાઓ વધુ વેગવંતી બની છે.
એપિસોડની રાહ જોવાઈ રહી છે
હવે લોકો તેમની વાતચીતને નજીકથી જાણવા માટે આ એપિસોડના પ્રસારણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીરા રાજપૂત કપૂરે સોશિયલ મીડિયા પર 'વોટ વિમેન વોન્ટ' (What Women Want)ના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શૉની હોસ્ટ કરીના કપૂર ખાન સાથે જોવા મળે છે. મીરાએ કરીના માટે એક સુંદર સંદેશ પણ લખ્યો. તેણે લખ્યું, "સ્ત્રીઓ બસ પોતાની જાત તરીકે રહેવા માંગે છે. મને આમંત્રિત કરવા બદલ અને એક અદ્ભુત સ્ત્રી હોવા બદલ કરીના કપૂર ખાનનો આભાર."
મીરાંની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, શોમાં કરીના સાથેની તેની વાતચીત ખરેખર ખાસ હતી. કરીના કપૂરે પણ મીરાની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. તેણે લખ્યું, "તમે આવ્યા તે જાણીને ખૂબ આનંદ થયો, સુંદર." કરીનાના આ જવાબ પર ચાહકોનું ધ્યાન ગયું. મીરા અને કરીના વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી આ વાતચીત બાદ, લોકો હવે એ જાણવા માટે ઉત્સુક છે કે શો દરમિયાન તેમણે કયા વિષયો પર ચર્ચા કરી હતી.
વિગતો જાહેર કરવામાં આવી નહીં
હાલ પૂરતું, આ એપિસોડ વિશે અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. તેમણે આ મુલાકાતને એક એવા સહયોગ તરીકે વર્ણવી જેની તેમણે ક્યારેય અપેક્ષા ન હોતી રાખી. એક યુઝરે લખ્યું, "જરા ઊભા રહો, આ કેવો સહયોગ છે?! અરે વાહ! હું તમારા બંને સુંદર મહિલાઓને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છું."
બીજી તરફ, અન્ય એક પ્રશંસકે ટિપ્પણી કરી, "સાચું કહું તો, મેં આ સહયોગની ક્યારેય અપેક્ષા પણ નહોતી રાખી! અદ્ભુત." અન્ય એક યુઝરે રમુજી અંદાજમાં ટિપ્પણી કરી, "બે કપૂર, એક વાતચીત અને ચર્ચા કરવા માટે ઘણું બધું!" અન્ય લોકોએ માત્ર એટલું જ લખ્યું કે તેઓ હવે આ એપિસોડ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.