જ્યોતિષીય ગણતરી મુજબ, કર્ક રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગળનું થયેલું ગોચર આગામી દોઢ મહિનો એટલે કે 45 દિવસ સુધી કેટલીક ચોક્કસ રાશિઓ માટે અત્યંત લાભદાયી અને ધનવૃદ્ધિ કરાવનારું સાબિત થશે. આ સમયગાળા દરમિયાન પાંચ રાશિઓના જાતકોને આર્થિક, પારિવારિક તેમજ વ્યાવસાયિક સ્તરે જબરદસ્ત સફળતા મળવાના શુભ સંકેતો મળી રહ્યા છે. ચાલો ચાલો જોઈએ કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયગાળા દરમિયાન અપરંપાર લાભ થઈ રહ્યો છે...
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર અત્યંત ફળદાયી સાબિત થશે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં ધરખમ વધારો થશે, જેથી અટકેલા કામો ઝડપથી પૂરા થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે મંગળનું થઈ રહેલું ગોચર ખૂબ જ શુભ અને પ્રગતિદાયક રહેશે. તમને પરિવારના સભ્યો, ખાસ કરીને વડીલો અને ભાઈ-ભાંડુઓ તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે કામમાં પરિજનોની મદદથી મોટો ફાયદો થઈ શકે છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે કર્કનો મંગળ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આ સમયગાળો કુંભ રાશિના જાતકો માટે તમારા પ્રેમ જીવનમાં મધુરતા લઈને આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે. ઉચ્ચ અભ્યાસ કે જ્ઞાનવૃદ્ધિ માટે લાંબા અંતરની શૈક્ષણિક યાત્રાના યોગ બની રહ્યા છે.
કર્કઃ
ગ્રહોના સેનાપતિ મંગળનું ગોચર આ જ રાશિમાં થઈ રહ્યું હોવાથી કર્ક રાશિના જાતકોને સીધો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ સુધારવા અને બેંક બેલેન્સ વધારવા માટે નવી સુવર્ણ તકો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અણધાર્યો આર્થિક લાભ થવાની સંભાવના છે. જીવનમાં સકારાત્મક પરિણામ મળશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર ઉત્તમ સાબિત થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ ૪૫ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે.