Tue Oct 06 2026

Logo

12 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ: આરોપીને 20 વર્ષની જેલ

2026-10-02 17:57:11
Author: Yogesh D. Patel
12 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ: આરોપીને 20 વર્ષની જેલ

લાતુર: લાતુરની કોર્ટે 12 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ એસ. એ. સૈયદે ગુરુવારે આપેલા પોતાના આદેશમાં નાગઝરીના રહેવાસી પવન બાળાસાહેબ હરબડેને ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવીને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર આરોપી પવન હરબડે પીડિત છોકરીને ફરવા લઇ જવાને બહાને પોતાની મોટરસાઇકલ પર બેસવા માટે કહ્યું હતું. જોકે તે છોકરીને પોતાની બહેનના પુણેમાં આવેલા ખાલી ઘરમાં લઇ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.છોકરીના પરિવારજનોએ આ પ્રકરણે 2 ફેબ્રુઆરી, 2025ના રોજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરી આરોપીની શોધ ચલાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)