Thu Oct 08 2026

Logo

કાલુપુર રેલવે સ્ટેશન બનશે અમદાવાદનું મોટું ટ્રાન્સપોર્ટ હબ! બુલેટટ્રેન પ્લેટફોર્મ સુધીનો સબ-વે તૈયાર

2026-09-18 08:28:00
Author: Mumbai Samachar Team
કાલુપુર રેલવે સ્ટેશન બનશે અમદાવાદનું મોટું ટ્રાન્સપોર્ટ હબ! બુલેટટ્રેન પ્લેટફોર્મ સુધીનો સબ-વે તૈયાર

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન હવે ટ્રેનના મલ્ટિમોડ ક્નેક્શનનું સેન્ટર બની રહ્યું છે. એક જ કોમ્પ્લેક્સમાંથી મેટ્રો અને બુલેટટ્રેન માટે ક્નેક્ટિવિટી આપી દેવામાં આવી છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અન્ય ટ્રાંસપોર્ટ એજન્સી સાથે સંકલન કરીને કાલુપુર મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી અને પછી હાઈસ્પીડ બુલેટ ટ્રેન સુધી 75થી 90 મીટરનો સબ-વે તૈયાર કરવામાં આવ્યો છે. આ સબવેથી ફાયદો એ થશે કે, મેટ્રોમાં કાલુપુર આવનારને ડાયરેક્ટ રેલવે સ્ટેશન સુધીનો એપ્રોચ મળી જશે. આગમી સમયમાં બુલેટ ટ્રેન શરૂ થતા મેટ્રોમાંથી ઊતરનારા પ્રવાસીઓને ડાયરેક્ટ બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ પર જવાનો રસ્તો મળશે. આ માટે નીચે રસ્તા પર ઊતરવાની જ પણ જરૂર નહીં પડે. 

ડાયરેક્ટ મેટ્રો સુધી પહોંચાશે
મેટ્રોમાંથી ઊતર્યા બાદ પ્રવાસીઓને ક્યાંય બાહર જવું નહીં પડે. એક જ કોમ્પ્લેક્સમાંથી બીજા કોમ્પ્લેક્સમાં સરળથી જઈ શકાશે. GMRC-NHSRCL અને રેલવે વિભાગના સહયોગથી આ વસ્તુ શક્ય બની ગઈ છે. આ પહેલા ત્રણેય વિભાગે એક કોમન સબવે બનાવવા માટેની પહેલ કરી હતી. જેનો હેતુ એ હતો કે, ટ્રેનમાં અમદાવાદ આવનારને ડાયરેક્ટ મેટ્રો મળે અને મેટ્રોમાંથી ઊતરનાર શહેરના પ્રવાસીને ડાયરેક્ટ બુલેટ ટ્રેનની ક્નેક્ટિવિટી મળે. મેટ્રોથી રેલવે સ્ટેશન સુધીના નવા સબ વેને આવનારા એકાદ મહિનામાં ચાલુ કરી દેવામાં આવશે. આ માટેની પ્રાથમિક તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. એક જ ક્નેક્ટિવિટીથી પ્રવાસીને મેટ્રો અને બુલેટ ટ્રેન અને સામાન્ય રેલવે ટ્રેન એમ ત્રણેય ટ્રાંસપોર્ટ મોડનો લાભ મળી રહેશે. નવો તૈયાર થયેલો સબ વે પ્લેટફોર્મ નં.12ના મણિનગર તથા સાબરમતી સ્ટેશન તરફના બન્ને પ્લેટફોર્મને જોડશે. વૃદ્ધો અને દિવ્યાંગ માટે ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે. લિફ્ટ અને એક્સેલેટરની સુવિધાથી પ્રવાસી, વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગોને સરળતાથી એપ્રોચ મળે એ માટે ટ્રાંસપોર્ટ મોડમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

પ્રવાસીઓને બધી રીતે ફાયદો
વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મેટ્રો-એરપોર્ટ સુધીની ક્નેક્ટિવિટી માટે કામ ચાલી રહ્યું છે. આવનારા ભવિષ્યમાં જે કોઈ મુસાફર ટ્રેનમાંથી ઊતરશે અને એરપોર્ટ જવુ હશે તો અહીંયાથી જ ક્નેક્ટિવિટી મળી રહેશે. સવબેમાં પ્રવેશ્યા પછી લિફ્ટ અને એક્સેલેડરનો લાભ મળશે.  લિફ્ટનથી પ્રવાસીઓ ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચશે, પ્લેટફોર્મ 12 તથા બીજા માળ માટે તથા બુલેટટ્રેનના કોનકોર્સ સુધી જવા અહીંયાથી રસ્તો મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવાસીઓ ડાયરેક્ટ રોડથી ક્નેક્ટ થશે. જ્યાંથી રિક્ષા અને બસ જેવી શહેરની અંદર જતી ક્નેક્ટિવિટીના માધ્યમ મળશે. મેટ્રોના આગામી ફેઝમાં આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આ સબવે શરૂ થતા રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને શહેરમાં આવવા માટે મોટો ફાયદો થવાનો છે.