Mon Oct 05 2026

Logo

રશિયામાં ભારતીય એન્જિનિયરની પોલીસે અટકાયત કરી, પત્નીએ પતિને છોડાવવા પીએમ મોદીને કરી અપીલ

2026-09-07 16:37:00
Author: Chandrakant Kanoja
રશિયામાં ભારતીય એન્જિનિયરની પોલીસે અટકાયત કરી, પત્નીએ પતિને છોડાવવા પીએમ મોદીને કરી અપીલ

નવી દિલ્હી: રશિયામાં કામ કરતા ભારતના એન્જિનિયર ચંદન ગુપ્તાની પત્ની સ્નેહા ગુપ્તાએ  પીએમ મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પતિની મુકિત માટે અપીલ કરી છે. મોસ્કોમાં રહેતી સ્નેહાએ દાવો કર્યો છે કે રશિયન પોલીસે તેમના પતિની અટકાયત કરી છે. આ અંગે એક વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે. 

 રશિયન પોલીસે કોઈ સ્પષ્ટ કારણ વગર અટકાયતમાં લીધો

આ અંગે મળતી માહિતી મુજબ સ્નેહાનો આરોપ છે કે તેમના પતિને રશિયન પોલીસે કોઈ સ્પષ્ટ કારણ વગર અટકાયતમાં લીધો છે. તેમને ભય છે કે  ચંદનને બળજબરીથી રશિયન સેનામાં ભરતી કરવામાં આવી શકે છે. સ્નેહાએ જણાવ્યું છે કે તેમણે મોસ્કોમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર સહાય  નથી મળી. 

 ચંદને પોલીસ તેની અટકાયત કરે તેવું કશું કામ નથી કર્યું. 

મોસ્કોમાં રહેતી સ્નેહા ગુપ્તાએ વિડીયો દ્વારા વિગતો શેર કરી  હતી. ચંદન વ્યવસાયે એન્જિનિયર છે અને નોઈડાના સેક્ટર-62 સ્થિત પોલીફિલ્મ્સ કંપની દ્વારા મોસ્કોમાં કામ કરી રહ્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો છે. તેમજ પોલીસ તેમના પતિને રાત્રે 12.30  વાગ્યાની આસપાસ લઈ ગઈ હતી. તેમજ પાછળથી  ખબર પડી કે તેને જેલમાં રાખવામાં આવ્યો છે. સ્નેહાએ દાવો કર્યો છે કે ચંદને પોલીસ તેની અટકાયત કરે તેવું કશું કામ નથી કર્યું. 

પતિને પરત લાવવામાં મદદ કરવા અપીલ કરી 

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા એક વીડિયોમાં સ્નેહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેના પતિને પરત લાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. સ્નેહાએ જણાવ્યું હતું કે તે તેના 10 વર્ષના બાળક સાથે મોસ્કોમાં રહે છે. તેમજ રશિયન ભાષા ન આવડતી હોવાથીમુશ્કેલી પડી રહી છે.