રાંચીઃ વેસ્ટ ઇન્ડિઝે અહીં શુક્રવારે ટી-20 ફૉર્મેટમાં 250 રનના પોતાના હાઇએસ્ટ ચેઝ સાથે ભારત (India)ને હરાવ્યું હતું અને શ્રેણી 1-1થી લેવલ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ (West Indies)એ કૅપ્ટન-ઓપનર શાઇ હોપ (102 અણનમ, 45 બૉલ, નવ છગ્ગા, છ ચોગ્ગા) અને શેરફેન રુધરફર્ડ (84 રન, 37 બૉલ, સાત છગ્ગા, સાત ચોગ્ગા)ની 54 બૉલમાં થયેલી 120 રનની વિક્રમી ભાગીદારીથી અને પછી હોપ તથા રોમારિયો શેફર્ડ (34 અણનમ, 13 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) વચ્ચે 26 બૉલમાં થયેલી 74 રનની અતૂટ ભાગીદારીથી 18.3 ઓવરમાં ચાર વિકેટે 252 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.
મયંક યાદવ (3-0-36-3) નામનું વાવાઝોડું ત્રાટક્યા બાદ ત્રણેય કૅરિબિયન બૅટ્સમેનોએ પોતાની ટીમની જીત આસાન બનાવી હતી. મયંકે બે બૉલમાં બે વિકેટ અને પછી ત્રીજી વિકેટ લીધી ત્યારે કૅરિબિયન ટીમના કેટલાક ખેલાડીએ તેમ જ વેસ્ટ ઇન્ડિઝ તરફી પ્રેક્ષકો-દર્શકોએ આશા ગુમાવી હશે, પણ કૅપ્ટન શાઇએ હોપ નહોતી ગુમાવી. કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી, જ્યારે અર્શદીપ તેમ જ અક્ષર, શિવમ અને નમનને વિકેટ નહોતી મળી.
𝙃𝙤𝙬 𝙢𝙪𝙘𝙝 𝙞𝙨 𝙩𝙤𝙤 𝙢𝙪𝙘𝙝 𝙥𝙖𝙘𝙚? 🤯 Mayank Yadav is answering that with absolute thunderbolts ⚡ Updates ▶️ https://t.co/mZlyaWZsoe #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/wb4TFu7qBl
— BCCI (@BCCI) October 9, 2026
ભારતના એક સમયના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવે દાવની પહેલી જ ઓવરમાં ઉપરાઉપરી બે બૉલમાં વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી. કલાકે 143 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં કમિલ પૂરનને સબસ્ટિટ્યૂટ બિશ્નોઈના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. મયંકનો ચોથો બૉલ કલાકે 144 કિલોમીટરની ઝડપવાળો હતો જેમાં તેણે 87 ટી-20 મૅચના અનુભવી અને 1,600-પ્લસ રન બનાવી ચૂકેલા શિમરૉન હેટમાયર (0)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. મયંકના વેગીલા બૉલને હેટમાયર સમજે એ પહેલાં તેની બેલ્સ ઉડી ગઈ હતી.
Brilliant knocks from Shai Hope and Sherfane Rutherford guide West Indies home in the 2nd T20I in Ranchi. We move to Indore for the 3rd T20I. Scorecard ▶️ https://t.co/mZlyaWZsoe #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/Inp7I7R259
— BCCI (@BCCI) October 9, 2026
મયંકે ત્રીજી ઓવરમાં કલાકે 149.5 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને રૉવમૅન પૉવેલ (24 રન)નું ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું. શાઇ હોપે એક ગઢ સાચવી રાખ્યો અને તેને રુધરફર્ડનો યાદગાર સાથ મળ્યો હતો. તાજેતરમાં સિરીઝની છેલ્લી વન-ડેમાં શાઇ હોપે જ અણનમ 162 રન બનાવીને 0-3નો વાઇટવૉશ ટાળ્યો હતો અને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
RALLY!!! A landmark total successfully chased emphatically in India! 🏏 🔥 🔥 🔥 #INDvWI | #MenInMaroon https://t.co/H6icLnGrfS
— Windies Cricket (@windiescricket) October 9, 2026
શુક્રવારે ભારતે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 249 રન બનાવ્યા હતા. સૅમસન (82 રન, 41 બૉલ, ચાર છગ્ગા, નવ ચોગ્ગા) અને કિશન (43 રન, બાવીસ બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા) વચ્ચેની 97 રનની ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ (40 રન, 18 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને તિલક વર્મા (44 અણનમ, 18 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 83 રનની ભાગીદારીએ ભારતને 5/249નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. રૉસ્ટન ચેઝે ત્રણ વિકેટ અને શમાર સ્પ્રિન્ગરે બે વિકેટ મેળવી હતી. અભિષેક ફક્ત 20 રન બનાવીને આઉટ થયો હતો.