Mon Oct 05 2026

Logo

શર્મનાક સ્થિતિ: વર્લ્ડ ચેમ્પિયન ભારતના જાપાન સામે 30 બૉલમાં માત્ર 32 રન!

Seno   2026-09-22 13:23:00
Author: Ajay Motiwala
શર્મનાક સ્થિતિ: વર્લ્ડ ચેમ્પિયન ભારતના જાપાન સામે 30 બૉલમાં માત્ર 32 રન!

સૅનો: એશિયન ગેમ્સની ઐતિહાસિક ટી-20માં નંબર વન અને વર્લ્ડ ચેમ્પિયન ભારતે 41મા ક્રમના જાપાન સામે વરસાદ (Rain)ના વિઘ્ન બાદ પહેલાં બૅટિંગ લીધા પછી નિર્ધારિત પાંચ ઓવરમાં 30 બોલમાં માત્ર 32 રન કર્યા હતા. ભારત (India)ના બૅટ્સમેનોએ શર્મનાક બૅટિંગ કરી હતી અને ભારતીય બોલર્સ પર વિજયનો બોજ નાખી દીધો હતો.

થોડા દિવસ પહેલાં કેટલાક વિશ્વવિક્રમો પોતાના નામે કરનાર ઓપનર અભિષેક શર્મા તેના પહેલા જ બૉલમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.

બીજો ઓપનર સંજુ સેમસન ફક્ત નવ રનમાં અને ઈશાન કિશન ત્રણ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

માત્ર પાંચ-પાંચ ઓવરની આ મૅચની પહેલી ત્રણ ઓવરમાં ભારતે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને કેપ્ટન શ્રેયસ ઐયર 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હિન્ઝેએ બે  તેમ જ તાકાહાશી અને બેન્જામિન ઈતો-ડેવિસ નામના બોલરે એક-એક વિકેટ લીધી.