અમદાવાદઃ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ રાજ્ય સરકારને સમગ્ર ગુજરાતમાં તેના અધિકારક્ષેત્રનો વિસ્તાર કરવા જણાવ્યું છે, કારણ કે તેમના અધિકારક્ષેત્રને લીધે અમુક મર્યાદા આવી જાય છે તેના કારણે ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ તેની દેખરેખની બહાર રહે છે.એક અહેવાલ મુજબ, ગુજરેરાએ તાજેતરમાં રાજ્ય સરકારને પત્ર લખીને વિકાસ ક્ષેત્રોની બહારના પ્રોજેક્ટ્સને નિયંત્રિત કરવાની સત્તા માંગી હતી.
હાલમાં રેરાલ મહાનગરપાલિકાની હદ અને શહેરી વિકાસ વિભાગની હદ અને અન્ય નોટિફાઈડ ઝોન હેઠળના વિસ્તારોના પ્રોજેક્ટ્સને આવરી લે છે. નોટિફાઈડ માસ્ટર પ્લાન અથવા વિકાસ ક્ષેત્રમાં આવતા ગામડાઓના પ્રોજેક્ટ્સને પણ આવરી લેવામાં આવે છે. જોકે કોઈપણ પ્લાનિંગ ઑથોરિટી બહારના પ્રોજેક્ટનું રેરા રજિસ્ટ્રેશન થતું નથી, તેના કારણે ખરીદદારો છેતરાય છે અથવા પ્રોજેક્ટ વિવાદોમાં ફસાય છે, તેમ રેરાનું માનવાનું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા પ્રોજેક્ટ્સને લગતા વિવાદો સામાન્ય રીતે ગ્રાહક મંચ પર લઈ જવામાં આવે છે અને તેમાં ગુજરેરાનો હસ્તક્ષેપ થઈ શકતો નથી. ગુજરેરાએ મહારાષ્ટ્ર અને તમિલનાડુનો દાખલો આપ્યો છે, જ્યાં રેરા સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યો છે.