Thu Oct 08 2026

Logo

સૌરાષ્ટ્રમાં ચોમાસાના અંતિમ પડાવમાં વરસાદે કરી જમાવટ, ભાવનગરના મહુવામાં 4 ઇંચથી જળબંબાકાર

2026-09-21 08:14:03
Author: Mayur Patel
સૌરાષ્ટ્રમાં ચોમાસાના અંતિમ પડાવમાં વરસાદે કરી જમાવટ, ભાવનગરના મહુવામાં 4 ઇંચથી જળબંબાકાર

AI


અમદાવાદઃ રાજ્ય પર લૉ પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે હાલ વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ આગામી સમયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાના અંતિમ પડાવમાં વરસાદે જમાવટ કરી હોય તેમ સાર્વત્રિક વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશ થઈ ગયા છે.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 4 ઇંચથી વધારે, એક તાલુકામાં 3 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 2 ઇંચથી વધારે, 16 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 70 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 

ભાવનગરના મહુવામાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના ગોંડલમાં 3.62 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 2.80 ઇંચ, જૂનાગઢમાં 2.36 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 2.05 ઇંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.97 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવાડમાં 1.93 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.81 ઇંચ, અમરેલીના કુંકાવાવ-વડિયામાં 1.73 ઇંચ, રાજકોટના જસદણમાં 1.57 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 1.38 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 1.38 ઇંચ,  રાજકોટના કોટડા સાંગાણીમાં 1.18 ઇંચ, અમરેલીના બાબરામાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ 24 સપ્ટેમ્બર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની અપેક્ષા છે.

હવામાન ખાતા જણાવ્યા અનુસાર, દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાંથી પણ બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે. જો કે કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ 22 ટકા વરસાદની ઘટ છે.