14મી સપ્ટેમ્બર, 2026 ના રોજ ગણેશ ચતુર્થીનો મહાપર્વ માત્ર બાપ્પાની આરાધના પૂરતો જ સીમિત નથી, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ અત્યંત ઐતિહાસિક અને મંગલકારી સાબિત થવા જઈ રહ્યો છે. ગ્રહોના ગોચર મુજબ આ દિવસે એકસાથે ભદ્ર પંચમહાપુરુષ રાજયોગ અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગનું અદભુત નિર્માણ થઈ રહ્યું છે.
જ્યોતિષ ગણતરીઓ અનુસાર, આ બંને મહાબળવાન રાજયોગ એકસાથે બનવાનો આવો પાવન સંયોગ લગભગ 200 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે. બુધ અને શુક્રની પોતાની જ રાશિઓમાં બળવાન સ્થિતિને કારણે રચાઈ રહેલા આ બંને રાજયોગોની સંયુક્ત અસર 14મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર, 2026 સુધી ખાસ પ્રભાવશાળી રહેશે, જેનાથી પાંચ વિશેષ રાશિઓ માટે પ્રગતિ અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલશે.
બુદ્ધિ, વાણી, વેપાર, તર્ક અને સંચારના કારક બુધ દેવ પોતાની મૂળ ત્રિકોણ અને ઉચ્ચ રાશિ કન્યામાં ગોચર કરી રહ્યા છે. કેન્દ્ર ભાવમાં પોતાની રાશિમાં બુધ હોવાથી અત્યંત શુભ એવો ભદ્ર પંચમહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. ધન, વૈભવ, પ્રેમ, વાહન અને ભૌતિક સુખ-સુવિધાઓના દાતા શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલામાં કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન હોવાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર 6 નવેમ્બર, 2026 સુધી તુલા રાશિમાં જ રહેશે. આ રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત...
મિથુન :
કારકિર્દી અને નાણાકીય દ્રષ્ટિએ મોટો ઉછાળો આવશે. નોકરી કરતા લોકોને મોટી જવાબદારી કે હોદ્દો મળી શકે છે. વેપારમાં નવી નફાકારક ડીલ થવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યના દરવાજા ખોલનારો રહેશે. આ સમયે આર્થિક મોરચે સકારાત્મક પરિવર્તન આવશે. આવકના નવા માર્ગો ખુલશે અને અગાઉ કરેલા રોકાણો કે વેપારમાંથી બમ્પર નફો મળવાના યોગ છે.
કન્યા:
બુધ પોતાની જ રાશિમાં હોવાથી ભદ્ર યોગ આ રાશિ માટે વિશેષ લાભદાયી રહેશે. નિર્ણય શક્તિ અને કોમ્યુનિકેશન સ્કિલ અદભુત બનશે. શિક્ષણ, આઈટી, નોકરી અને બિઝનેસમાં નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે ગણેશચતુર્થીથી અચ્છે દિનની શરૂ થઈ રહી છે. શુક્ર સ્વરાશિમાં હોવાથી માલવ્ય યોગ સંપૂર્ણ ફળ આપશે. ધન, વૈભવ અને લક્ઝરી સુખ-સુવિધાઓમાં વધારો થશે. કારકિર્દીમાં કરેલા પ્રયાસો સફળ નીવડશે.
મકર:
મકર રાશિના જાતકો માટે આ ગણેશચતુર્થી નોકરી કરી રહેલાં કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. નવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ શકે છે અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.