Mon Oct 05 2026

Logo

ઇલોન મસ્કે વોરેન બફેટ જેટલી સંપત્તિ 24 કલાકમાં ક્માઈ, કુલ સંપત્તિ 1.27 ટ્રિલિયન ડોલર

Washington dc   2026-06-16 16:49:45
Author: Chandrakant Kanoja
ઇલોન મસ્કે વોરેન બફેટ જેટલી સંપત્તિ 24 કલાકમાં ક્માઈ, કુલ સંપત્તિ 1.27 ટ્રિલિયન ડોલર

વોશિંગ્ટન: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ ટ્રિલિયનેર ઇલોન મસ્કે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ જેટલી સંપત્તિ માત્ર 24 કલાકમાં જ કમાઇ લીધી છે. સ્પેસએક્સના શેરના ભાવમાં  વધારાને કારણે ઇલોન મસ્કની વ્યક્તિગત સંપત્તિમાં એક જ દિવસમાં 164 બિલિયન ડોલરનો વધારો થયો. જે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટની કુલ સંપત્તિ 148 બિલિયન ડોલરથી વધારે છે.

ઇલોન મસ્કની કુલ સંપત્તિ 1.27 ટ્રિલિયન ડોલર થઇ

આ અંગેની મળતી વિગતો મુજબ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ સ્પેસએક્સના શેરના ભાવમાં  વધારાને કારણે  ટ્રિલિયનર ઇલોન મસ્કની કુલ સંપત્તિ 1.27 ટ્રિલિયન ડોલર થઇ છે. આ ઉપરાંત ઇલોન મસ્કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓને  મોટો પડકાર ફેંક્યો છે. જેમાં ગૂગલના કો ફાઉન્ડર લેરી પેજ 314 બિલિયન ડોલર સાથે બીજા નંબરે છે. જ્યારે તેની બાદ સેર્ગેઈ બ્રિન 292 બિલિયન ડોલર અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસે  267 બિલિયન ડોલરની સંપત્તિ છે. 

Elon Musk's SpaceX

સ્પેસ એક્સ મૂલ્યની દ્રષ્ટિએ યુએસ માર્કેટમાં છઠ્ઠી સૌથી મોટી કંપની

ઉલ્લેખનીય છે કે, ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સના શેરબજારમાં સારા પ્રદર્શનના લીધે તેમની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે.  જેમાં સોમવારે રોકેટ-ટુ-એઆઈ ગ્રુપના શેર 19.6 ટકા વધીને 192.46 ડોલર પર બંધ થયા હતા. તેમજ રેકોર્ડબ્રેક આઈપીઓ પછી આ તેમનો બીજો દિવસ હતો. આ  અગાઉ, શુક્રવારે નાસ્ડેકમાં તેના ડેબ્યૂ દરમિયાન, શેરના ભાવમાં 19 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો.જેનાથી સ્પેસ એક્સને બજાર મૂલ્યની રીતે  સત્તાવાર રીતે અમેરિકામાં છઠ્ઠી સૌથી મોટી કંપની બની છે. 

Elon Musk's SpaceX

જ્યારે આ રોકેટ  AI અને ઇન્ટરનેટ કંપનીએ અગાઉ 135  ડોલરના ભાવે 555.56  મિલિયન શેર વેચીને રેકોર્ડ 75  બિલિયન ડોલર એકત્ર કર્યા હતા.જે ગ્રીનશૂ વિકલ્પના ઉપયોગ પહેલાં જ ઇતિહાસનો સૌથી મોટો IPO બન્યો હતો.

ઇલોન મસ્કના સ્પેસ એક્સમાં 4.8 બિલિયન શેર

ઇલોન મસ્કની વિશાળ સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો આ મુખ્ય એરોસ્પેસ કંપનીમાં તેમના માલિકીના હિસ્સા સાથે સીધો જોડાયેલો છે. કંપની ફાઇલિંગ મુજબ ઇલોન મસ્ક સ્પેસએક્સમાં આશરે 4.8  બિલિયન શેર અને લગભગ 350  મિલિયન સ્ટોક વિકલ્પો ધરાવે છે. કુલ મળીને  આ 38  ટકા ઇક્વિટી હિસ્સો તેમની સંપત્તિમાં વધારાનું  મુખ્ય  કારણ છે.