નવી દિલ્હી: દેશમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે તેમના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે સહમત છે અને તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કર્યું છે. આ અંગે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા વિરોધ પ્રદર્શનમાં ભાજપ, કોંગ્રેસ કે આપના નેતાઓ જોડાઈ શકે છે કેમ તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માંગે છે તેનું સ્વાગત છે.
યુવાનોની પડખે ઊભા રહેનારું હંમેશા સ્વાગત
આ ઉપરાંત જ્યારે સૌરવ દાસને પૂછવામાં આવ્યું કે અભિષેક મનુ સિંઘવીએ CJP સાથે વાતચીત કરવાની સલાહ આપી હતી અને ત્યારબાદ તમને એક પ્રસ્તાવ મળ્યો હતો તો તે અંગે તમને કોઈ વાંધો નથીને. ત્યારે જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા સૌરવ દાસે જવાબ આપ્યો કે જંતર-મંતર પરના અમારા વિરોધ પ્રદર્શનમાં દેશના યુવાનોની પડખે ઊભા રહેવા અને તેમના મુદ્દાઓ ઉઠાવવા માંગતા દરેકનું સ્વાગત હતું.
જેન-જીમાં મુદ્દા પર સમર્થન આપનારા કોઇ પણ પક્ષનું સ્વાગત
તેમણે હાલના મુદ્દા પર વાત કરતાં જણાવ્યું કે, હાલ અમારા મુદ્દા મતાધિકાર છીનવવાનો વિરોધ અને જેન-જીના નામ મતદાર યાદીમાં ઉમેરવાના છે. આ મુદ્દા પર સમર્થન આપનારા કોઈપણ વ્યક્તિનું સ્વાગત કરીશું. તે પછી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના હોય. દેશના તમામ નાગરિકોએ આ અંગે અવાજ ઉઠાવવો જોઈએ અને એકજૂથ થવું જોઇએ. '