Tue Oct 06 2026

Logo

બુધાદિત્ય રાજયોગના નિર્માણથી મેષ-સિંહ સહિત પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે; જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-09-10 16:58:27
Author: Darshana Visaria
બુધાદિત્ય રાજયોગના નિર્માણથી મેષ-સિંહ સહિત પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે; જોઈ લો તમારી રાશિ પણ છે ને?

ChatGPT Image


જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા, માન-સન્માન અને વહીવટી ક્ષમતાના કારક ગણાતા સૂર્ય દેવ 17મી સપ્ટેમ્બર, 2026ના રોજ પોતાની સ્વરાશિ સિંહમાંથી નીકળીને મિત્ર રાશિ કન્યામાં પ્રવેશ કરશે. આ ખગોળીય ઘટનાને 'કન્યા સંક્રાંતિ' તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય દેવ 17મી ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં બિરાજમાન રહેશે.

કન્યા રાશિમાં પહેલાથી બિરાજમાન બુધ ગ્રહ સાથે સૂર્યની યુતિ થવાથી અત્યંત શુભ અને ફળદાયી 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થશે. આ ગોચર અને રાજયોગના પ્રભાવથી મુખ્ય પાંચ રાશિઓના જાતકો માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. સૂર્ય ગોચરથી આ પાંચ  રાશિઓને થશે બમ્પર ફાયદો:

મેષ:

સૂર્યનું ગોચર તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં થવાથી શત્રુઓ અને વિરોધીઓ પર તમારો દબદબો રહેશે. જો કોઈ જૂનો કાનૂની વિવાદ કે કોર્ટ કેસ ચાલતો હશે તો ફેંસલો તમારા પક્ષમાં આવી શકે છે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે અને ઉત્સાહ-ઊર્જામાં વધારો થશે.

સિંહ:

સિંહ રાશિના જાતકોની કુંડળીમાં સ્વામી સૂર્યનું બીજા (ધન) ભાવમાં ગોચર આર્થિક સ્થિતિને અત્યંત મજબૂત બનાવશે. અટવાયેલું ધન પરત મળશે અને નવી બચત કરવામાં સફળ રહેશો. તમારી વાણીનો પ્રભાવ વધવાથી સમાજ અને કાર્યસ્થળ પર માન-સન્માન વધશે તેમજ પરિવારનો પૂરો સહયોગ મળશે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં સૂર્યનું અગિયારમા (લાભ) ભાવમાં ભ્રમણ આવકના નવા માધ્યમો ઊભા કરશે. લાંબા સમયથી અટકેલી મહત્વકાંક્ષી યોજનાઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. રોકાણથી મોટો આર્થિક નફો થશે અને વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન પ્રાપ્ત થશે.

ધન:

ધન રાશિના જાતકોની દશમ (કર્મ) ભાવમાં સૂર્યનું ગોચર કરિયર માટે વરદાન સાબિત થશે. નોકરીયાતો માટે પ્રમોશન, મોટો પગારવધારો કે મનપસંદ જગ્યાએ બદલીના પ્રબળ યોગ બની રહ્યા છે. સરકારી ક્ષેત્ર અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મોટો આર્થિક લાભ થશે તેમજ વેપારમાં વૃદ્ધિ થશે.

મકર:

મકર રાશિના જાતકોની કુંડળીના નવમા (ભાગ્ય) ભાવમાં સૂર્યનું આગમન સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં રસ વધશે. વ્યવસાય કે રોજગાર અર્થે કરેલી યાત્રાઓ અત્યંત લાભદાયી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મનવાંચ્છિત સફળતા મળશે.