એક તરફ ભારત બ્રિક્સ દેશોની મેજબાની કરી રહ્યું છે. રશિયા, ચીન સહિત બ્રિકસના તાકતવર દેશો ભારત પહોંચી રહ્યા છે. જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે રોકાણ, સમજૂતી અને ગ્લોબલ સ્થિરતાને લઇને ચર્ચા થશે, તો બીજી તરફ અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધના નગારા વાગી ગયા છે. જેની સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર જોવા મળી રહી છે.
કેટલું મોંઘું થયું ક્રૂડ ઓઇલ
ક્રૂડ ઓઇલની કિંમત 108 ડોલરને પાર પહોંચી ચૂકી છે. ગ્લોબલ ઓઇલ માર્કેટમાં 11 સપ્ટેમ્બરે બ્રેંટ ક્રૂડની કિંમતમાં 0.87 ટકાની તેજી આવી અને તેની કિંમત 108.61 ડોલર પ્રતિ ઔંસને પાર જતા રહ્યા WTI (West Texas Intermediate) ઓઇલની કિંમત 0.68 ટકા 103.25 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. ક્રૂડ ઓઇલની વધતી કિંમતે ભારતની ચિંતા વધારી શકે છે.
ભારત માટે કેમ વધી શકે છે ચિંતા?
ભારત તેની જરૂરિયાતનો મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. 40 થી વધુ દેશોમાંથી જરૂરિયાતનું 80 થી 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવે છે. જો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ આ જ રીતે વધતા રહેશે, તો ભારતનું તેલ આયાત બિલ સતત વધતું જશે. એટલે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં જલદી ઘટાડો નહીં થાય, તો ભારતમાં ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધી શકે છે.
અમેરિકા-ઈરાન શાંત નથી થઈ રહ્યા, તેલના ભાવમાં તોફાન
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ વધી ગયું છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે હવે મિડ-ટર્મ ચૂંટણી પછી યુદ્ધ પૂરું થશે. ઈરાનમાં હુમલાઓ તેજ થઈ રહ્યા છે અને તેહરાન તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સાઉદી અરેબિયાની વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ 'ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન' પર મોટો હુમલો થયો છે.