Mon Oct 05 2026

Logo

બિહારમાં જીઉતિયા પર્વ દરમિયાન ડૂબી જવાથી અનેક લોકોના મોત

2026-10-04 16:12:09
Author: Chandrakant Kanoja
બિહારમાં જીઉતિયા પર્વ દરમિયાન ડૂબી જવાથી અનેક લોકોના મોત

પટના: બિહારમાં જીઉતિયા( જીવિતપુત્રીકા) પર્વના ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લામાં અનેક લોકોના ડૂબી જવાથી મોત થયા છે.આ ઘટનાઓ સિવાન, બેગુસરાય, ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ અને દરભંગા જિલ્લાઓમાં બની હતી. આ મૃતકોમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે. સિવાનમાં, રામપુર-બગાહી તળાવમાં નહાતી વખતે ત્રણ છોકરીઓ ડૂબી ગઈ હતી. બેગુસરાયમાં નહાતી વખતે ત્રણ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ગોપાલગંજમાં અન્ય ત્રણ લોકો ડૂબી ગયા હતા. 

જીઉતિયા( જીવિતપુત્રીકા) પર્વ ત્રણ દિવસ ચાલતો એક હિંદુ તહેવાર 

જીઉતિયા( જીવિતપુત્રીકા) પર્વ ત્રણ દિવસ ચાલતો એક હિંદુ તહેવાર છે. જે આસો મહિનામાં વદ-પક્ષની સાતમથી નોમ સુધી ઉજવવામાં આવે છે. જે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ અને નેપાળના મૈથિલી, મગધિ અને ભોજપુરી ભાષી પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. તેમાં માતાઓ તેમના પુત્રોની સુખાકારી માટે ઉપવાસ કરે છે.

સારણમાં બે છોકરીઓ ડૂબી 

જ્યારે સારણમાં બે છોકરીઓ ડૂબી ગઈ હતી. ભોજપુર જિલ્લામાં બે લોકોનાં મોત થયાં હતાં અને કૈમૂર તથા રોહતાસમાં અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પશ્ચિમ ચંપારણમાં એક બાળક ડૂબી ગયું હતું.

લોરિયામાં એક પુત્ર તેની માતા સાથે નહાતી વખતે ડૂબી ગયો 

જ્યારે મળતી માહિતી મુજબ લોરિયામાં એક પુત્ર તેની માતા સાથે નહાતી વખતે ડૂબી ગયો હતો. દરભંગામાં નહાતી વખતે બે બાળકોના મોત થયા હતા. તેમજ પૂર્વ ચંપારણના નવાદા ગામમાં એક બાળકીનું મૃત્યુ થયું હતું. સીતામઢીમાં લખંદેઈ નદીમાં નહાતી વખતે એક છોકરો ડૂબી ગયો હતો.