અમદાવાદઃ શહેરમાં શાસ્ત્રીબ્રિજથી ગણેશનગરના છાપરા તરફ જતા પીપળજ પાસે આવેલા દેવ ફાર્મ નજીક એક અત્યંત કરુણ અને ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં 10 વર્ષની એક પ્રજ્ઞાચક્ષુ બાળકી અકસ્માતે 40 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી હતી.
પરિવાર સાથે રિક્ષામાં આવી પહોંચેલી આ બાળકીની માતા જ્યારે રિક્ષાચાલકને ભાડું ચૂકવી રહી હતી, તે દરમિયાન બાળકી અજાણતા બે ડગલાં પાછળ ચાલી હતી અને સીધી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ ફાયરબ્રિગેડ દ્વારા બાળકીને હેમખેમ બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.