જો તમે પણ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતાં હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે નેટિઝન્સ વચ્ચે ઈન્સ્ટાગ્રામ અને એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં '1980s રેટ્રો ટ્રેન્ડ' (1980s Retro AI Trend) ભારે ધૂમ મચાવી રહ્યો છે. યુઝર્સ પોતાના મોર્ડન ફોટોને 1980ના દાયકાના ક્લાસિક, નોસ્ટાલ્જિક અને વિન્ટેજ બોલીવૂડ/હોલીવૂડ અંદાજમાં કન્વર્ટ કરીને શેર કરી રહ્યા છે. ચાલો જોઈએ આખરે શું છે સેલેબ્સથી લઈને પોલિટિશિયન્સને ઘેલું લગાવનારો આ ટ્રેન્ડ અને તમે કઈ રીતે તમારો ફોટો તૈયાર કરી શકો છો...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ટ્રેન્ડમાં 80ના દાયકાના વિશિષ્ટ પોલિરોઈડ કલર ટોન, ગ્રેઈની ટેક્સચર, પોઈન્ટેડ કોલર, વિન્ટેજ હેરસ્ટાઈલ અને ક્લાસિક બેકગ્રાઉન્ડને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવી રહ્યું છે. AI ટૂલ્સ અને ChatGPTના સ્પેશિયલ પ્રોમ્પ્ટ્સ દ્વારા સામાન્ય યુઝર્સ પણ માત્ર થોડી સેકન્ડોમાં આ પ્રકારની તસવીરો બનાવી રહ્યા છે.
કેવી રીતે કામ કરે છે આ AI રેટ્રો ટ્રેન્ડ?
આ AI ટૂલ્સ સામાન્ય તસવીરને એનાલોગ કેમેરા, 1980ના ફિલ્મ રોલ લુક, સોફ્ટ લાઈટિંગ અને રેટ્રો ફેશન એલિમેન્ટ્સ સાથે રિ-ડિઝાઈન કરે છે. યુઝર્સ ChatGPT (DALL-E 3), Midjourney અથવા Bing Image Creator જેવા ટૂલ્સમાં ચોક્કસ પ્રોમ્પ્ટ આપીને પોતાના ચહેરા અને પોઝને 80ના દાયકાના વિન્ટેજ લુકમાં ઢાળી રહ્યા છે.
1980s રેટ્રો ફોટો બનાવવા માટેનો વાઈરલ AI પ્રોમ્પ્ટ:
રેટ્રો લુક મેળવવા માટે યુઝર્સ નીચે મુજબના કસ્ટમાઈઝ્ડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરી રહ્યા છે:
"Create a realistic 1980s vintage portrait of a person based on this image. Style it with classic 80s retro fashion, film camera grain, soft warm tones, polaroid lighting aesthetic, voluminous retro hairstyle, and a nostalgic 1980s aesthetic background."
રેટ્રો ઈમેજ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ:
તમે પણ તમારી રેટ્રો ઈમેજ બનાવવાનું વિચારી રહ્યા છો તો પછી અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો...
ChatGPT (Plus/DALL-E), Bing Image Creator અથવા અન્ય કોઈપણ AI ઈમેજ જનરેશન પ્લેટફોર્મ ઓપન કરો.
તમારી સામાન્ય તસવીર અપલોડ કરો અને સાથે 1980s વાળા ટેક્સ્ટ પ્રોમ્પ્ટને પેસ્ટ કરો.
તમે ઈચ્છો તે મુજબ 1980ના દાયકાના બોલીવૂડ હીરો/હીરોઈન કે વિન્ટેજ લુક માટે કસ્ટમ એલિમેન્ટ્સ (જેમ કે રેટ્રો ચશ્મા, બેલબોટમ પેન્ટ, કેસેટ પ્લેયર) ઉમેરી શકો છો.
AI દ્વારા પ્રોસેસ થયેલી વિન્ટેજ ઈમેજને હાઈ-રિઝોલ્યુશનમાં સેવ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી શકાય છે.