Mon Oct 05 2026

Logo

સાઉદી એટેક બાદ તાઇજના પબ્લિક માર્કેટમાં તબાહી, VIDEOમાં દેખાયુ ખતરનાક દ્રશ્ય

Yaman   2026-09-28 10:32:00
Author: Mumbai Samachar Team
સાઉદી એટેક બાદ તાઇજના પબ્લિક માર્કેટમાં તબાહી, VIDEOમાં દેખાયુ ખતરનાક દ્રશ્ય

યમનના તાઇજ શહેરમાં એક પબ્લિક માર્કેટ પર હવાઇ હુમલા બાદ તબાહીનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. ઇરાન સમર્થિત વિદ્રોહિયોએ આરોપ લગાવ્યો છે કે સાઉદી એરફોર્સે સેન્ટ્રલ માર્કેટ પાસે શોપિંગ વિસ્તારને નિશાન બનાવ્યું. હૂતિયોના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનો લોકો ઘાયલ થયા છે.

હૂતી સમૂહના અલ-મસીરા ટીવીએ હુમલા બાદ વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં બજારમાં ધૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા છે. કાર્ડબોર્ડ બોક્સમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહ કરવામાં આવેલા એક ગોડાઉનને પણ ભારે નુકસાન થયું હોવાનું જણાઇ રહ્યું છે. હુથી આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.


માર્કેટ પર બે હવાઇ હુમલાનો દાવો 

હૂતી સૈન્ય પ્રવક્તા યહ્યા સરીએ દાવો કર્યો કે સાઉદી અરેબિયાએ બે હવાઈ હુમલા કર્યા, જેની ઝપટમાં માર્કેટ આવ્યું. તેમણે કહ્યું કે આમાં નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. હૂતી સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાને નાગરિક વિસ્તારો પર જાણી જોઈને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. હૂતીઓએ આ હુમલાનો બદલો લેવાની પણ ધમકી આપી છે.

જોકે, હૂતીઓના આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમનની સરકાર પ્રત્યે વફાદાર સૈનિકોએ કહ્યું છે કે તેમની એરફોર્સે તે વિસ્તારમાં હૂતીઓના એક ડેપો અને વાહનોને નિશાન બનાવ્યા હતા.

સપ્ટેમ્બરમાં વધી લડાઇ

તાઈઝ હાલમાં યમની સરકારના નિયંત્રણમાં છે. આ શહેર લાંબા સમયથી હૂતી લડવૈયાઓની ઘેરાબંધીમાં રહ્યું છે અને યમનના યુદ્ધના મહત્વના મોરચાઓમાં સામેલ છે. સપ્ટેમ્બરમાં હૂતીઓના નવા હુમલા પછી દેશના ઘણા હિસ્સામાં લડાઈ તીવ્ર બની છે. આ દરમિયાન આશરે 1 લાખ 25 હજાર લોકો વિસ્થાપિત થયા છે.